દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડીઝલ ટેન્કર અને રોલ્સ રોયસ ફેન્ટમ કાર વચ્ચે અકસ્માત:કુબેર ગ્રુપના માલિક ઈજાગ્રસ્ત:2ના મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડીઝલ ટેન્કર અને રોલ્સ રોયસ ફેન્ટમ કાર વચ્ચે અકસ્માત:કુબેર ગ્રુપના માલિક ઈજાગ્રસ્ત:2ના મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડીઝલ ટેન્કર અને રોલ્સ રોયસ ફેન્ટમ કાર વચ્ચે અકસ્માત:કુબેર ગ્રુપના માલિક ઈજાગ્રસ્ત:2ના મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નુહ નજીક ડીઝલ ટેન્કર અને રોલ્સ રોયસ ફેન્ટમ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઉદ્યોગપતિ વિકાસ માલુ ઈજાગ્રસ્ત થયા છે. કુબેર ગ્રુપના માલિક વિકાસ માલુની ગુરુગ્રામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે વિકાસ માલુનું ઓપરેશન કરવામાં આવશે. જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે કારની સ્પીડ 200 કિમી પ્રતિ કલાક હતી. જોકે, અકસ્માત બાદ પોલીસ ધન્નાશેઠ કુબેર ગ્રુપના માલિકનું નાપ છુપાવતી રહી. હરિયાણાના નૂહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર બાદ કાર પલટી મારી ગઈ હતી અને કામમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટેન્કર સવાર સહિત કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, અકસ્માત સમયે વિકાસ માલુ રોલ્સ રોયસ ફેન્ટમમાં સવાર હતા. તેઓ રાજસ્થાનના જયપુરમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમની કારની સ્પીડ 200 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. આ અંગે માહિતી આપતા ઉદ્યોગપતિ વિકાસ માલુના વકીલ આર.કે ઠાકુરે જણાવ્યું કે, રોલ્સ રોયસ ફેન્ટમ કાર કોઈ અન્ય ચલાવી રહ્યું હતું. વિકાસ માલુ કારમાં બેઠા હતા. વકીલનું કહેવું છે કે, વિકાસ માલુ બરાબર ચાલી પણ શકતા નથી તો તેઓ કાર કેવી રીતે ચલાવી શકે. આ અકસ્માતમાં વિકાસ માલુના હિપમાં ઈજા થઈ છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે તેમનું ઓપરેશન કરવામાં આવશે. વકીલનું કહેવું છે કે, પોલીસે કાર ચલાવનાર ડ્રાઈવરનું નિવેદન લીધું છે. 

બિઝનેસ જગતમાં વિકાસ માલુ એક મોટું નામ છે. દેશ-દુનિયામાં તેમનો મોટો બિઝનેસ છે. કુબેર ગ્રુપ વિશે દરેક લોકો જાણતા જ હશે. આ ગ્રુપના માલિક વિકાસ માલુ છે. કુબેર ગ્રુપે ખૈની સાથે બિઝનેસની શરૂઆત કરી હતી, પરંતુ આજે આ ગ્રુપ કુલ 45 પ્રકારના બિઝનેસ સાથે સંકળાયેલું છે. કુબેર ગ્રુપનો બિઝનેસ 50 દેશોમાં ફેલાયેલો છે.

Read About Weather here

માનવામાં આવે છે બેસ્ટ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ
વિકાસ માલુને એક બેસ્ટ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ માનવામાં આવે છે. સૌથી પહેલા વિકાસ માલુને કુબેર એક્વા મિનરલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વિકાસ માલુ ગ્રુપની કુલ 12 કંપનીઓમાં ડિરેક્ટર છે. તાજેતરમાં જ તેમને વર્ધમાન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે.કુબેર ગ્રુપનો પાયો 1985માં વિકાસ માલુના પિતા મૂળચંદ માલુએ નાખ્યો હતો. સૌપ્રથમ તો તેમણે ખૈનીનો બિઝનેસ શરૂ કર્યો હતો0. કુબેર ખૈનીની શરૂઆત 1989માં થઈ હતી. આજની તારીખમાં તમાકુ સેગમેન્ટમાં તે એક મોટી બ્રાન્ડ છે. કુબેર ખૈની માત્ર ભારતમાં જ 2 મિલિયન ડોલરથી વધુનું ટર્નઓવર ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ 14 લાખ વેન્ડર્સ છે, આ સિવાય ઘણા દેશોમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.  કુબેર ગ્રુપ તમામ પ્રકારના પાન મસાલા, માઉથ ફ્રેશનર્સ, એરોમેટિક્સ (અગરબત્તી અને ધૂપ)ના વ્યવસાયમાં પણ છે. વર્ષ 1993માં વિકાસ માલુની કુબેર ગ્રુપના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 

FMCG સેક્ટરમાં પણ મજબૂત પકડ 
FMCG સેક્ટરમાં પણ કુબેર ગ્રુપની મજબૂત પકડ છે. અહીં તમામ પ્રકારના મસાલા, ચા, હિંગ, કઠોળ, ભાત, નાસ્તાના અનાજ, અથાણાં, પાપડ, હેર-તેલ, ધૂપ-અગરબત્તી, સુપારી અને માઉથ ફ્રેશનરનો બિઝનેસ છે. આ ઉપરાંત કુબેર ગ્રુપ પેકેજિંગ, લેમિનેશન, મેટાલાઈઝિંગ, હોલોગ્રાફિક, પોલી ફિલ્મ્સ, ડિસ્પોઝેબલ આઈટમ્સ, રિયલ એસ્ટેટ, એવિએશન અને હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here