મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ કરવા માંગ

મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ કરવા માંગ
મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ કરવા માંગ
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે નશાખોરી વધતી જાય છે દિવસેને દિવસે કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડી પાડવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે હવે તો શિક્ષાના ધામમાં પણ નશાનું ધામ બનાવવામાં આવી રહ્યું છે .

Visit Saurashtra Kranti Homepage here

થોડા સમય પહેલા રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા એ ખૂબ જ માનવ સમાજ માટે અને શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય ખાસ વિદ્યાર્થીઓને નશાના ચુંગલમાંથી બચાવવા જોઇએ પણ જો યુનિવર્સિટીના કેમ્પસઓમાંથી જ ગાંજાના છોડ પકડવામાં આવે અને એટલો ટાઇમ વિતી ગયા હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી, કરિયાદ પણ નામ જોગ કરવામાં નથી આવી.આ જ રીતે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસ માં ગજઞઈં ના આગેવાનો દ્વારા વિઝિટ કર્યા દરમ્યાન શંકાસ્પદ છોડ પકડવામાં આવ્યા હતા. વધુ તપાસ કરતા આ છોડ પણ ગાંજા ના હોવાનું સામે આવ્યું હતું. જેથી અમારા દ્વારા પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરાવવામાં આવી હતી. આ ગાંજા ના છોડવાનું કદ ખૂબ મોટું હતું જેથી માની શકાય કે કેટલાક મહિનાઓ પહેલાથી જ આ વાવેતર કરવામાં આવ્યું હશે. અમને લાગી રહ્યું છે કે આ નશીલા પદાર્થોનું વાવેતર કોઇકની રહેમ નજર હેઠળ અથવા તો જાણ હોવા છતાં આંખ આડા હાથ કરવામાં આવી રહ્યા હતા.

Read About Weather here

અત્યારે શિક્ષાના ધામને નશાનું ધામ બનાવવાનું કામ થઇ રહ્યું છે, જેથી અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે, મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો અને માલિક પર નામ જોગ ફરિયાદ કરવામાં આવે અને તે યુનિવર્સિટી આની પહેલા પણ ખૂબ જ વિવાદમાં આવી ગયેલ છે તે આ યુનિવર્સિટી વિધાર્થી અને નુકસાનકારક છે જેથી તેની માન્યતા રદ કરવામાં આવે. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં જે કાંઇ પણ પકડાયું તેની પણ તટસ્થ તપાસ કરી જે કોઇ સંડોવાયેલા હોય અને જે પણ આમાં જવાબદાર હોય તે બધા પર વ્હાલા દવલાની નીતિ વગર તમામ પર પગલા લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શિક્ષણ જગતમાં દાખલા સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here