શેરબજારમાં રોકાણ કરનારની સંખ્યા 10 કરોડને પાર

શેરબજારમાં રોકાણ કરનારની સંખ્યા 10 કરોડને પાર
શેરબજારમાં રોકાણ કરનારની સંખ્યા 10 કરોડને પાર

ડિસેમ્બર 2021 સુધી 8.1 કરોડ હતા ડિમેટખાતા: 2022માં 34 ટકાનો વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં શેર બજારમાંરોકાણ અંગે લોકોનું વલણ બદલ્યું છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્યાનતેમાં તેજી જોવા મળી છે. તેથી સ્ટોક માર્કેટમાં કારોબારકરનાર ટ્રેડર અને રોકાણકારોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. એ જ કારણ છે કે ડિમેટ ખાતાની સંખ્યા વધતી જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

શેરમાં કારોબાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ડિમેટ ખાતાની સંખ્યા ડિસેમ્બર 2022માં વધીને10.8 કરોડ થઇ ગઈ છે. મહત્વની વાત એ છે કે તેમાં વર્ષના આધાર પર 34 ટકા વધારો જોવા મળ્યો છે.એક રિપોર્ટના જણાવ્યા મુજબ, શેર બજારોથી આકર્ષક રિટર્ન મળવું, ખાતા ખોલવાની પ્રક્રિયા સરળ હોવી અને નાણાંકીય બચતમાં વધારાથી ડિમેટ ખાતાની સંખ્યા આટલો વધારો જોવા મળ્યો છે. આ રીતે ખાતામાં સતત વધારો ડિસેમ્બરમાં એ પહેલાના3 મહિનાની સરખામણીએ વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે ડિમેટ એકાઉન્ટ બેંક ખાતા સમાન છે. જેમાં તમે શેર અને બોન્ડને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખી શકે છે.

Read About Weather here

આંકડાના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2022માં ડીમેટ ખાતાની સંખ્યા ડિસેમ્બર 2021ના8.1 કરોડની સરખામણીએ 34 ટકા વધીને 10.8 કરોડ થઇ ગઈ છે. જો કે ડિમેટ ખાતાનીવધતી સંખ્યા વચ્ચે એનએસઇ પર સક્રિય ગ્રાહકોની સંખ્યા છેલ્લા છ મહિનાથી સતત ઘટી રહી છે. ઉદ્યોગમાં સક્રિય ઉપયોગકર્તા ગ્રાહક વર્ષના આધાર પર 12 ટકા વધ્યાપરંતુ ડિસેમ્બર 2022માં મહિને દર મહિને એક ટકા ઘટીને 3.5 કરોડ થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here