વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા
વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 1396 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કારોનાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા worldometerના અનુસાર છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 1396 લોકોના મોત થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 659497698 કેસ મળી આવ્યા છે. જ્યારે 20 કરોડ એક્ટિવ કેસ છે.ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે. હવે જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. Worldometers.infoના ડેટા અનુસાર, આ દેશોમાં દર્દીઓની સંખ્યા જાપાનમાં 10 લાખ 65 હજાર, દક્ષિણ કોરિયામાં 4 લાખ 61 હજાર અને ફ્રાન્સમાં 3 લાખ 58 હજાર છે.

BF.7 વેરિઅન્ટનો પહેલો કેસ ચીનના ઇનર મંગોલિયા પ્રાંતમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધી આ વાયરસ ભારત, અમેરિકા, યુકે, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક સહિત ઘણા યુરોપિયન દેશોમાં ફેલાઈ ગઈ છે યુએસમાં 10 ડિસેમ્બર સુધીમાં, કોરોનાના નવા કેસોમાં BF.7 વેરિઅન્ટના 5.7% કેસ હતા. આ રીતે કુલ કોરોના કેસમાં, બેલ્જિયમમાં 25% જ્યારે ફ્રાન્સ અને જર્મનીમાં 10% કેસ આ વેરિઅન્ટના હતા.આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે કોરોનાના વૈશ્વિક અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું હશે. એટલે કે કોરોના હજુ પણ ગ્લોબલ ઈમરજન્સી બની રહેશે.

Read About Weather here

ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને WHOએ આ વાત કહી છે.ફ્રાન્સમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 16 ડિસેમ્બરે અહીં 57,849 કેસ નોંધાયા હતા. સરકાર લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. અહીં, 20 ડિસેમ્બરે, દક્ષિણ કોરિયામાં 87,759 કેસ નોંધાયા હતા. જ્યારે 56 લોકોના મોત થયા હતા.ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ BF.7 ચીનમાં ફેલાઈ રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોનનું આ સૌથી પાવરફુલ વેરિઅન્ટ છે. BF.7 વેરિઅન્ટ કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન R346T નામના ખાસ મ્યુટેશનથી બનેલું છે. નિષ્ણાતોના મતે, આ પરિવર્તનને કારણે, આ વેરિઅન્ટ પર એન્ટિબોડીઝની પણ કોઈ અસર થતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here