કોરોના મહામારીને વધતી રોકવા ગુજરાત સરકાર હરકતમાં

કોરોના મહામારીને વધતી રોકવા ગુજરાત સરકાર હરકતમાં
કોરોના મહામારીને વધતી રોકવા ગુજરાત સરકાર હરકતમાં

ચીન, જર્મની સહિતના અનેક દેશોમાં કોરોનાએ ફૂંફાડો મારતા કેન્દ્ર અને ગુજરાત સરકાર એકદમ સતર્ક બન્યા છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર હરકતમાં આવી છે અને ધડાધડ મહત્વના નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. દેશ અને ગુજરાતમાં કોરોનાથી મોટો કોઈ ભય નથી પરંતુ અગમચેતી અને સાવધાની ખાતર અત્યારથી જ તમામ રાજ્યો અને તમામ જિલ્લાઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં કેન્દ્રની કોવિડ ગાઈડલાઈન્સનો ચુસ્ત અમલ કરવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને કોરોના સામેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો.બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ તમામ જિલ્લા તંત્રને ચોક્કસ સુચનાઓ આપવામાં આવી છે. બેઠક બાદ આરોગ્ય વિભાગના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે, કેન્દ્રની એડવાઈઝરી મુજબ તમામ વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટીંગ અને ટ્રેસિંગ વધારવામાં આવશે.

દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવામાં આવશે, 18 થી 59 વર્ષના બાકી રહેલા નાગરિકોને રસીનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ઉપરાંત રાજ્યમાં તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા, તમામ પ્રાથમિક અને તાલુકા આરોગ્ય કેન્દ્ર એક્ટિવ કરવા, કોરોના દર્દીઓના તમામ સેમ્પલનું જીમોન સિક્વનસિંગ કરવા, તમામ જિલ્લા વહીવટી પ્રશાસને આદેશ આપ્યો છે.
કોરોના વધારેલી ચિંતાને ધ્યાનમાં લઈને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ અને રસીકરણ સહિતના મુદ્દાઓ પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આજે સવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રના આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયાએ પણ ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી અને દેશની કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

Read About Weather here

આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારત સરકાર અત્યારથી એલર્ટ થઇ ગઈ છે. ચીન અને જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાંસ, અમેરિકા વગેરે દેશોમાં કોરોનાના નવા વેરીયેન્ટને કારણે મહામારીએ ફૂંફાડો માર્યો છે. એટલે નવા વાયરસને સમયસર ટ્રેક કરીને સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી છે. કેન્દ્રીય મંત્રીએ આરોગ્ય વિભાગના સિનિયર અધિકારીઓ અને કોવિડ ટાસ્કફોર્સના નિષ્ણાંતો સાથે ખાસ બેઠક યોજી હતી. કેન્દ્ર સરકાર સર્વિલન્સ અને ટેસ્ટીંગ વધારવા માંગે છે. ભારતમાં અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે. એટલે હાલના પ્રોટોકોલમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પણ સાવચેતી ખાતર પગલા લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here