રાજકોટમાં એલનના નવા કેમ્પસનો શુભારંભ

રાજકોટમાં એલનના નવા કેમ્પસનો શુભારંભ
રાજકોટમાં એલનના નવા કેમ્પસનો શુભારંભ
એન્જીનીયરીંગ અને મેડીકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે એલન કેરીયર ઈન્સ્ટીટયુટ રાજકોટમાં એલનના નવા કેમ્પસની શરૂઆત કરાઈ છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એલન રાજકોટ સેન્ટરનો શુભારંભ કરાયો છે.રાજકોટ સેન્ટરના એકેડમીક હેડ રજનીશ શ્રીવાસ્તવએ કહ્યું હતું કે, હવે વિદ્યાર્થીઓને શહેરના અલગ-અલગ કેમ્પસમાં નહીં જવું પડે.

Visit Saurashtra Kranti Homepage here

બધા જ વર્ગો એક જ કેમ્પસમાં ચાલશે. એલનના વાઈસ પ્રેસીડન્ટએ જણાવ્યું હતું કે, આ કેમ્પસની ક્ષમતા 3000 વિદ્યાર્થીઓની છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટું કેમ્પસ છે. રાજકોટમાં ત્રણ અલગ-અલગ જગ્યા પર એલનના સ્ટડી સેન્ટર ચાલતા હતા હવે તેને એક જ સ્થાને જોડીને કાલાવડ રોડ પર યુવરાજ કોમ્પલેક્ષમાં તેની શરૂઆત કરાઈ છે.

Read About Weather here

નીટ-2021 માં ગુજરાત રાજયમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં પાંચમો રેન્ક પ્રાપ્ત કરનાર એલન રાજકોટના કલાસરૂમ વિદ્યાર્થી ઋતુલ છગ તેમજ નીટ-2020 માં ગુજરાતમાં પ્રથમ તેમજ સમગ્ર ભારતમાં દશમો રેન્ક પ્રાપ્ત કરનાર એલન રાજકોટ કલાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રા વડિયાએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું હતું કે, સફળતા માટે અભ્યાસનું આયોજન કેવું હોવું જોઈએ.એલનના વાઈસ પ્રેસીડેન્ટ તેમજ રાજકોટ એલનના એકેડમીક હેડએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટના તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ્વર મેડલ આપી સન્માનીત કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here