ગુજરાતને ગ્રોથ અન્જિન બનાવવામાં રાજકોટનો ફાળો મહત્વનો : મુખ્યમંત્રી

ગુજરાતને ગ્રોથ અન્જિન બનાવવામાં રાજકોટનો ફાળો મહત્વનો : મુખ્યમંત્રી
ગુજરાતને ગ્રોથ અન્જિન બનાવવામાં રાજકોટનો ફાળો મહત્વનો : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને પૂરા દેશમાં રોલમોડલ બનાવ્યું છે.ગુજરાતના આ વિકાસમાં રાજકોટ ભાગીદાર રહ્યું છે, વેપાર-વાણિજ્યમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રે પ્રગતિ કરી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે મિકેનિકલની દ્રષ્ટિએ રાજકોટને કોઈ પણ પ્રોજેક્ટ આપ્યો હોય તો અહીંના ઉદ્યોગપતિઓ બે દિવસમાં એસ્ટાબ્લીઝ કરીને કામકાજ શરૂ કરવાની ક્ષમતા ધરાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે ઉમેર્યું હતું કે મારી સમક્ષ ચેમ્બર દ્વારા જે પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે તેના નિરાકરણ માટેના પ્રયાસો ચોક્કસ ઝડપભેર હાથ ધરાશે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં કોઈપણ ઉદ્યોગ ગૃહને મુશ્કેલી પડે તેવી બાબતો અમે ચલાવી લેવા માગતા નથી.રાજકોટ ચેમ્બરની પ્રવૃતિઓની સરાહાના કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરી હતી. જેનાથી રાજયના વેપાર- ઉદ્યોગો આગળ આવી શકે. વેપારીઓને આગળ વધવાની તક મળે તે દિશામાં રાજય સરકાર સૌના સાથ, સૌના વિકાસ, પ્રયાસ અને વિશ્ર્વાસની દિશામાં કામ કરી રહી છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કહ્યું હતું કે, 68 વર્ષથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કાર્યરત રહીને ઉધોગકારો-વેપારીઓની જરૂરિયાત મુજબ કામ કરી રહી છે.

Read About Weather here

આ સંસ્થાએ કોરોના કાળમાં પણ દર્દીઓની સેવા કરી હતી. મુખ્યમંત્રીને અમારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ ઉદ્યોગોના પ્રશ્ર્નોની રજૂઆત કરી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઉદ્યોગકારો ઉપરાંત દિવ્યાંગ ધોરણ 12 ના ટોપર્સ વિદ્યાર્થી સ્મીત ચાંગેલા, બાલાજી વેફર્સના પ્રણયભાઈ વિરાણી અને પ્રણવભાઈ ભાલાળા, તીર્થ એગ્રો.ના જી. ચલાપથી રાવ તથા રાહુલભાઈ શાહ, પૂજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા, પાયલટ નિધીબેન અઢીયા, દિવ્યાંગો માટે કામ કરતાં સંસ્થાના હીનાબેન ભુવા તથા સ્વીમીંગ ગ્રુપના 10 સભ્યોનું સન્માન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here