દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે તા.1 થી 3 સુધી આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ 101 દર્દીએ લાભ લીધેલ જેમાં દર્દી-45 અને લેગ (પગ) ના 46, રીપેરીંગ 10 દર્દી ઓએ વિનામૂલ્યે લાભ લીધેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા ફાઉન્ડેશનના સહયોગથી અને તેના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે.

Read About Weather here

આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઈ મારું કિશોરભાઈ પરમાર ,જે કે સરાઠે, કનૈયાલાલ ગજેરા, અનવર ઠેબા, પ્રફૂલભાઈ મીરાણી, તેમજ સરગમ કલબના કમિટી તેમજ સરગમ લેડીઝ – કમિટી મેમ્બરો, કૈલાશબેન વાળા, આશાબેન ભુછ્ડા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, અને ભાવનાબેન ધનેશા, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન મહેતા, દેવાંશી શેઠ, અનુશ્રીબેન ગુજરાતી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here