તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન સરકાર રાખશે : કેન્દ્રીય ગૃહમંત્રી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા ખેડા ખાતેથી રૂા.348 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતના 25 જિલ્લાઓમાં પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવાસો સહિતના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીહર્ષભાઇ સંઘવી, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં રૂા.3 કરોડના ખર્ચે બનેલું ડી.સી.પી.પોલીસ સ્ટેશન, રૂ. 4 કરોડના ખર્ચે બનેલું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સપેક્ટર માટે બનેલા 80 ક્વાર્ટર્સ, અજઈં, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલા 2 ઇઇંઊંના 80 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય ગુહમંત્રી અમિતભાઈ શાહે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મોડલને અનુસરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે. પોલીસ વિભાગના આધુનિકીકરણ અને વિકાસ માટે સમગ્ર ગુજરાતના 25 જિલ્લાઓમાં 348 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના કારણે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. છેલ્લા 20 વર્ષમાં રૂપિયા 3,840 કરોડના ખર્ચે 31,146 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Read About Weather here

ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા લડત આપી સઘન કામગીરી કરી રહ્યું છે. પોલીસ જવાનને એટલું જરૂર કહીશ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખવા માટે ગુજરાત સરકાર બેઠી છે.રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી ગુજરાત પોલીસ વિભાગને આધુનિક કરવા માટે સાતત્યપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ જવાનો ગંભીર ગુનાઓ ઝડપથી ઉકેલી શકે તે માટે પ્રોજેકટ વિશ્ર્વાસ, સી.સી.ટી.વી., નેત્રમ, ઈ-ગુજકોપ અને બોડી વોર્મર કેમેરા સહિતની સુવિધાઓ પોલીસ જવાનોને પુરી પાડવામાં આવી છે.આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર ડો. પ્રદીપભાઈ ડવે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે કાર્યરત પોલીસ જવાનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. જયારે પોલીસ વિભાગ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્નન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણી, કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસીપલ કમિશનર અમીત અરોરા, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here