ભૂતપૂર્વ ઓપનર અને કેપ્ટન કે.શ્રીકાંતે ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વિશેષ કરીને વન ડેમાં સોનેરી સપનાના સમયમાંથી પસાર થઇ રહી છે પણ બેટિંગમાં કોહલી અને બોલિંગમાં ચહલ તેમજ કુલદીપ યાદવ પર જ ટીમ આધાર રાખીને વિજયી દેખાવ કરતી રહે છે જે ભારતના ક્રિકેટના હિતમાં નથી.શ્રીકાંતે કહ્યુંકે ભારતે મહત્તમ મેચો ટીમ વર્કથી જીતવી જોઇએ તે નથી જોવા મળતું. ટીમ નાજૂક પરિસ્થિતિમાંથી પસાર થાય ત્યારે પણ અને સારી શરૃઆત બાદ મીડલ કે લોઅરમિડલ ઓર્ડર નિષ્ફળ જ જતા હોઈ કોહલી પર દબાણ જારી જ હોય છે. શ્રીકાંતના મતે કોહલીએ ક્યારેય સાથી ખેલાડીઓની નિષ્ફળતા અને કંડિશન કે અન્ય કોઈ ફરિયાદ નથી કરી. શ્રીકાંતના મતે કોહલીની ટીમ માટેની નિષ્ઠા તેમજ ભારતનું નામ ક્રિકેટમાં મોખરે રહે તે માટેની તીવ્ર ધગશની તુલના તેંડુલકર, દ્રવિડ અને કુમ્બલે જોડે કરી શકાય અને તે આ જ મહાન ખેલાડીઓની ક્લબમાં અત્યારથી જ સ્થાન જમાવી ચૂક્યો છે. કોહલીએ પ્રથમ ચાર વન ડેમાં અનુક્રમે ૧૧૨, ૪૬ (નોટ આઉટ), ૧૬૦ (નોટ આઉટ) અને ૭૫ રનની ઇનિંગસાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં રમી છે. કોહલી રન નથી બનાવી શક્તો તે મેચમાં ભારતનો સંઘર્ષ કે પરિણામ એક ટીમતરીકે ભારત મહત્વની ટુર્નોન્ટ જીતી શકે કે તેમા પ્રશ્નાર્થ ખડો કરે છે. બોલિંગમાં પણ તેમ જ સ્થિતિ છે. માત્ર ચહલ અને કુલદિપે સારો દેખાવ કર્યો છે. અન્ય બોલરો કે ઓલરાઉન્ડરો વન ડેમાં સારી છાપ પાડી શક્યા નથી. શ્રીકાંત માને છે કે બોલરો વન ડે ક્રિકેટમાં બહુ ઝડપથી એક્સપાયરી ડેટ લઇને આવતા હોય છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે કોહલી પરનો વધુ પડતા બોજ અને તેનાપરના રખાતા આધાર અનેબે સ્પિનરો જ વિકેટો લઇને ભારતને જીતાડે છે તે પરિબળ અંગે વિચારી ટીમ વર્ક સાથેના વિજય પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
