વડોદૃરામાં અફીણ અને પોશડોડા પાવડરના જથ્થા સાથે એક વૃદ્ધની ધરપકડ
વડોદૃરા નજીક રાયકા ગામની સીમમાં માદૃકદ્રવ્ય અફીણ તેમજ પોશ ડોડાના પાવડરનો વેપાર જિલ્લા પોલીસે ઝડપી પાડી એક વૃધ્ધની ધરપકડ કરી તેની પાસેથી માદૃકદ્રવ્યો તેમજ રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
ઘડિયાળીબાબાની દૃરગાહ પાછળ ખેતરોવાળા મકાનમાં રહેતો જશવંત બાબરભાઇ ગોહીલ નામનો વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી અફીણ તેમજ અન્ય માદૃકદ્રવ્યોનો વેપાર કરે છે તેવી બાતમીના આધારે એસઓજીના સ્ટાફ દ્વારા દૃરોડો પાડી તપાસ કરતાં મકાનમાંથી રૂ.૯૨૦૦ િંકમતનું ૪૬૦ ગ્રામ અફીણ અને રૂ.૪૭૨૪૩ િંકમતનો ૧૮.૮૯૭ ગ્રામ પોશ ડોડાનો પાવડર મળ્યો હતો. એસઓજી દ્વારા આ અફીણ તેમજ પાવડર અને તેના વેચાણના રૂ.૩૪૪૦ રોકડા તેમજ એક મોબાઇલ કબજે કર જશવંત ગોહીલની ધરપકડ કરવામાં આવી હતી.
ભાદૃરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અંગેનો ગુનો દૃાખલ કરી પોલીસે અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને વેચાણ કર્યો છે સહિતની વિગતો મેળવવા માટે જશવંતને કોર્ટમાં રજૂ કરી બે દિૃવસના રિમાન્ડ મેળવ્યા છે.