શ્ર્વેતા તિવારીનો પતિ છેલ્લા ઘણા દિવસોથી શ્ર્વેતા પર આરોપ લગાવી રહૃાો છે. અભિનવ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્ર્વેતા જોવા મળી રહી છે. વીડિયોમાં તે અનુભવને ઘરે આવવાનો ઇનકાર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં બંને વચ્ચેની ચર્ચા જોઇ શકાય છે.
આ વીડિયોમાં બંને વચ્ચે બોલાચાલી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં અભિનવે લખ્યું છે કે તે તેને તેમના પુત્ર રિયાંશને મળવા નથી દેતી. આ વીડિયોને શેર કરતાં અભિનવ કોહલીએ લખ્યું, ‘મારા સારાપણાનો ફાયદો ઉઠાવ્યો મેથી સપ્ટેમ્બર દુર રાખ્યો. જ્યારે કોરોના થયો તો બાળક આપી દીધું, જ્યારે છોકરો જવા ન્હોતો માંગતો તો મેં તેને બોલાવી અને તેને સમજાવી અને પ્રેમથી લઇ જા મને શું મળ્યું, તું તેને લઇને ભાગી ગઇ, ખૂબ જ મહેનત બાદ મેં તને શોધી. તે મને એખ સેકન્ડ માટે પણ તેને જોવા દીધી નહીં. કેટલું ખોટું કરીશ તું મારી સાથે. હું તારી લિમિટ જોવા માંગુ છું.
અભિનવે બીજો એક વિડિયો શેર કર્યો છે. બીજા વીડિયોમાં શ્ર્વેતા તિવારી બાળક સાથે રમતી જોવા મળી રહી છે. અભિનવે આ કેપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે બાળક ના પાડતો હતો ત્યારે મેં તેને ઘરે આવવા દીધી હતી જેટલો સમય માંગ્યો એટલો સમય તેને મનાવવા દીધો. બાળકના સૂવા સુધી તુ રહેતી હતી અને તે મારી સાથે શું કર્યું. મને ઘરમાં પણ ન આવવા દીધો. પછી છોકરાને લઇને ભાગી ગઇ. મને મળી ન શકે અને વિચારે કે હું મળવા આવી રહૃાો નથી.