આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો…

આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો...
આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો...

જાણકારીનાં અભાવમાં ખોટી શ્રેણીમાં આવેદન કરવાનાં કારણે લોકો પાસપોર્ટની લાંબી પ્રક્રિયામાં ફસાયેલા રહે છે.આથી વિભાગ અને અરજદાર બન્ને પરેશાન છે. પાસપોર્ટ ગુમ કે ચોરી થવા પર બીજી વાર તેને બનાવવા માટે લોકો તત્કાલ શ્રેણીમાં આવેદન કરી રહ્યા છે. જયારે આવી સ્થિતિમાં સામાન્ય શ્રેણીમાં આવેદન કરી શકાય છે.

આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો… પાસપોર્ટ

થાય છે વિલંબ: ખોટા આવેદનનાં કારણે લોકોને સમયસર પાસપોર્ટ નથી મળી રહ્યા.

બિનજરૂરી રીતે એપોઈન્ટમેન્ટ સ્લોફ થઈ જાય છે બુક: પાસપોર્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જલદી પાસપોર્ટ મેળવવા માટે લોકો તત્કાલ શ્રેણીનો કારણ વગર ઉપયોગ કરી રહ્યા છે. આ શ્રેણીમાં નવા પાસપોર્ટ અને નવીનીકરણ માટે ત્યારે આવેદન કરી શકાય છે.જયારે આવેદકને તેની તાત્કાલીક જરૂર હોય પણ પાસપોર્ટ ચોરી થઈ જવા પર પણ તત્કાલમાં આવેદન કરી રહ્યા છે.

આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો… પાસપોર્ટ

આ કારણે તત્કાલ શ્રેણીમાં ઓનલાઈન એપોઈમેન્ટ સ્લોટ પણ બિનજરૂરી રીતે બુક થઈ જાય છે અને જે આવેદકોને તરત પાસપોર્ટની જરૂર પડે છે. તેમને આવેદન માટે ઓનલાઈન સ્લોટ નથી મળતા હોતો. તપાસ દરમ્યાન આવા આવેદનોને રોકી દેવામાં આવે છે.

આવા આવેદનો પર વાંધા બાદ આવેદકોને ક્ષેત્રીય કાર્યાલયે બોલાવવામાં આવે છે અને તેમને બીજી વાર સામાન્ય શ્રેણીમાં આવેદન કરવા માટે કહેવામાં આવે છે કે તેની સહમતી બાદ આવેદનને તત્કાલમાંથી સામાન્ય શ્રેણીમાં પરિવર્તીત કરવામાં આવે છે.

આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો… પાસપોર્ટ

વેરીફીકેશનમાં થાય છે મોડુ: તત્કાલ યોજનામાં અરજદારને પહેલા પાસપોર્ટ ઈસ્યુ કરી દેવામાં આવે છે અને બાદમાં પોલીસ વેરીફીકેશન કરવામાં આવે છે.ચોરી કે ગુમ થયા બાદ કરવામાં આવેલ તત્કાલ શ્રેણીનાં આવેદનમાં શંકા રહે છે કે આવેદક દ્વારા જાણકારી છુપાવવામાં આવે છે. એટલે વેરીફીકેશન બાદ જ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવે છે.

આટલી સાવધાની રાખો : સમસ્યા પેદા થવા પર તત્કાલ પોલીસ સ્ટેશનને જાણ કરી રીપોર્ટ નોંધાવો. જો આપ વિદેશમાં હો તો તત્કાલ દુતાવાસને જાણ કરો.ખોવાયેલા પાસપોર્ટ ઈસ્યુ કરાવવા માટે સામાન્ય શ્રેણીમાં આવેદન કરો. ઓનલાઈન આવેદન કરી ફી ભરી એપોઈન્ટમેન્ટ મેળવી લો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here