ઇંગ્લેન્ડ પ્રવાસેથી પરત ફર્યા બાદૃ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ટકરાશે. યુએઈમાં ૧૫થી ૨૮ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ભારત ૧૯મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે પરંતુ આ પહેલાં ૧૮મી સપ્ટેમ્બરે ભારતને ક્વોલિફાયર ટીમ સામે ટકરાવાનું છે. ભારતીય ટીમ આમ, બે દિૃવસમાં બે મુકાબલા રમનાર હોવાથી ભારતીય ટીમ આરામ વિના પાકિસ્તાન સામે ટકરાશે. બીસીસીઆઈ એશિયા કપના શિડયૂલથી નારાજ હતી પરંતુ તેમાં કોઈ બદૃલાવ કરાયો નથી. ભારતીય ટીમ ઇંગ્લેન્ડથી ૧૨ સપ્ટેમ્બરે ભારત પરત ફદ્ધશે જ્યારે તેના ચાર દિૃવસ બાદૃ ૧૬ સપ્ટેબરે મુંબઈથી દૃુબઈ જવા રવાના થશે. ૧૭ સપ્ટેમ્બરે એક દિૃવસની પ્રેક્ટિસ બાદૃ ભારત પોતાની પ્રથમ મેચ રમશે અને બીજા દિૃવસે પાકિસ્તાન સામે ટકરાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બેટ્સમેન નાસિર જમશેદૃ પર પીસીબીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવા બદૃલ ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવી દૃીધો છે. ત્રણ સભ્યોવાળી ટ્રિબ્યૂનલે પોતાના ચુકાદૃામાં કહૃાું કે, કોઈ પણ ક્રિકેટ ફોર્મેટમાં પ્રતિબંધ લગાવવા ઉપરાંત આજીવન પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ પણ પ્રકારના સંચાલનની જવાબદૃારી માટે પણ અયોગ્ય જાહેર કરવા જણાવ્યું હતું.
