પત્નીની નજર સામે પતિએ ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો
અઠવા લાઈન્સ વિસ્તારમાં પતિ પત્નીને ઘરે પરત લેવા પહોંચ્યો હતો. જોકે, પત્નીએ આવવાની મનાઈ ફરમાવતા પતિએ પત્નીની નજર સામે જ ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, વેડરોડ વિસ્તારમાં રહેતા વિનય જશંવત પટેલ(ઉ.વ.૨૧)ના લગ્ન ૬ મહિના પહેલાં જ થયા હતા. જોકે, પત્ની ૬ મહિનામાં જ પતિને છોડી પિયર ચાલી ગઈ હતી. જેથી વિનય પત્નીને ઘરે પરત લાવવા માટે અઠવા લાઈન્સ પોલીસ લાઈનમાં આવેલા સાસરીમાં પહોંચ્યો હતો. જોકે, પત્નીએ આવવાની મનાઈ ફરમાવી દૃીધી હતી.
જેથી વિનયે પત્નીની નજર સામે જ ગળા પર બ્લેડ મારી દૃીધી હતી. પતિએ ગળા પર બ્લેડ મારી હોવા છતા મદૃદૃ કરના બદૃલે પત્ની રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદૃ સાથે ગયેલા પિતરાઈ ભાઈ બાઈક પર વિનયને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં હાલત તેની સારવાર ચાલી રહી છે.