રાજસ્થાનની સુમન રાવ બની ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૯
૫૬મી ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૯નો નિર્ણય આવી ચૂક્યો છે. રાજસ્થાનની સુમન રાવે આ ખિતાબ જીતી લીધો છે. ૨૨ વર્ષીય સુમને અનુકૃત વાસ બાદૃ હવે આ ખિતાબ જીત્યો છે. સુમન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યું છે. સુમનનું કહેવું છે કે તે િંજદૃગીમાં તે ચીજો કરવાની પણ િંહમત રાખે છે જેને લોકો અનિશ્ર્ચિત માને છે.
સુમન જીવનમાં પોતાના માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. મિસ ઈન્ડિયા ૨૦૧૯નો ખિતાબ જીતનારી સુમનનું કહેવું છે કે તેના માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન ૨૦૧૮માં તાજથી ચૂકી ગઈ હતી. ગયા વર્ષે તે પહેલી રનર અપ રહી હતી.
આ કાર્યક્રમ મુંબઈના સરદૃાર વલ્લભભાઈ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફ, વિક્કી કૌશલ, મૌની રોય અને નોરા ફતેહી ઉપસ્થિત હતા. આ ઉપરાંત હુમા કુરેશી, દિૃયા મિર્ઝા અને ચિત્રાંગોા િંસહે આ શાનદૃાર સાંજની શોભા વધારી.
ફેમિના મિસ ઈન્ડિયાની જીત બાદૃ હવે સુમનનો આગામી ધ્યેય મિસ વર્લ્ડ ઈવેન્ટ હશે. સુમન આ રેસમાં ભારત તરફથી ભાગ લેશે. સુમન ઉપરાંત કેટલાક બીજા નામ આ ઇવેન્ટમાં ચર્ચામાં રહૃાા. તેલંગાનાની સંજના વિજ ફર્સ્ટ રનર અપ રહી. બિહારની શ્રેયા શંકરે મિસ ઈન્ડિયા યૂનાઇટેડ કોન્ટિનેન્ટ ૨૦૧૯નો ખિતાબ જીત્યો. છત્તીસગઢની શિવાની જાધવે મિસ ગ્રેન્ડ ઈન્ડિયા ૨૦૧૯નો ખિતાબ જીત્યો.