નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..!

નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..!
નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..!

અનત અંબાણી ટૂંક સમયમાં વરરાજા બનવા જઈ રહ્યો છે ત્યારે આખો પરિવાર તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે ફેન્સ લોકો નીતા અંબાણીના લુક્સની રાહ જોઈ રહ્યા છે કેમ કે તેમનો લુક બધા કરતા હટકે હોય છે. હાલમાં જ વારાણસીમાં શોપિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટના અનુસાર, તેઓ લગ્નમાં સોના-ચાંદીના તારથી બનેલી સાડી પહેરવાના છે અને વારાણસીમાંથી તેમને આ સાડી ખરીદી છે જેની કિંમત 10 લાખ રૂપિયા છે. હાલમાં જ સોનાક્ષી સિન્હાએ પણ વેડિંગ રિસેપ્શનમાં લાલ કલરની ‘લાખ-બુટી’ ડિઝાઈનની સાડી પહેરી હતી.

નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..! નીતા અંબાણી

હવે તમને થતું હશે કે લાખ-બુટી સાડીમાં એવું શું છે જેની કિંમત લાખો રૂપિયામાં છે. તમને જણાવી દઈએ કે, આ સાડીની કિંમત 10 લાખ રૂપિયા એટલા માટે છે કેમ કે કારીગરો ચાંદી અને સોનાના તારથી સાડી બનાવે છે. નીતા અંબાણીએ જે ‘લાખ-બુટી’ સાડી ખરીદી છે તેને બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. લાલ કલરની સાડી નીતા અંબાણીને ઘણી પસંદ આવી હતી. આ સાડીમાં 400 ગ્રામ સોના-ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 40 તોલાની આસપાસ બને છે. સાડીમાં 58 ટકા ચાંદી અને 1.5 ટકા સોનાનું જડતર કામ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર અને સંબંધીઓ માટે આવી 100 સાડીના ઓર્ડર આપવામાં આવ્યા છે.

નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..! નીતા અંબાણી

કેટલાક લોકો તેને લક્ખા બુટી પણ કહે છે. લક્ખા બુટીનો અર્થ થાય છે નાની અને નાજુક બુટી, સાડીમાં ઝીણવટ પ્રકારનું કામ કરવામાં આવે છે. ફૂલ દ્વારા સુંદર ડિઝાઈન બનાવવામાં આવે છે. એક સાડી બનાવવામાં 60થી 62 દિવસનો સમય લાગે છે અને સાડીને બનાવવા માટે 20 લોકોની મદદ લેવામાં આવે છે.

નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..! નીતા અંબાણી

નીતા અંબાણીને હજારા બુટી સાડી ઘણી પસંદ આવી છે. આ સાડી દેશમાં માત્ર બનારસમાં જ તૈયાર કરવામાં આવે છે. હજારા બુટી સાડીની કિંમત 2 લાખથી 6 લાખ રૂપિયા સુધી હોય છે જે મોટાભાગે સિલ્કના કપડામાં બનાવવામાં આવે છે. ભારતીય ટ્રેડીશનમાં સાડીનું અલગ જ મહત્વ છે. લગ્નનું ફંક્શન સાડી વગર અધુરુ માનવામાં આવે છે. સાડીઓનો ઈતિહાસ ઘણો જૂનો છે અને અત્યારે 100થી પણ વધારે પ્રકારની સાડીઓ બનાવવામાં આવી રહી છે. ભારતમાં ઉત્તર પ્રદેશને સાડીઓનો ગઢ માનવામાં આવે છે જ્યાં બનારસ, આઝમગઢ અને લખનઉમાં હેન્ડલૂમનું કામ વધારે જોવા મળે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here