Shocking News!!! IPL ની આગામી સીઝનમાં ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા નહીં રમે….!

IPL-2021, Ravindra jadeja
IPL-2021, Ravindra jadeja

Subscribe Saurashtra Kranti here

IPL માટે સીએસકેના મોટાભાગના ખેલાડીઓ મુંબઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ૧૪મી સીઝનની શરુઆત ૯ એપ્રિલથી થવા જઈ રહી છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને નવી સીઝની શરુઆત પહેલા મોટો ઝટકો લાગી શકે છે. ટીમ મેનેજમેન્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ ફીટ થયો નથી. એવામાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રમશે કે નહીં તેના પર પણ પ્રશ્ર્નાર્થ છે.

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ રવિદ્ર જાડેજાને લઈ અપડેટ જાહેર કર્યું છે. સીઈઓએ કહૃાું, જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે તે સિવાય અમારી પાસે કોઈ વધારે જાણકારી નથી. તેમણે કહૃાું, જાડેજા ટીમ સાથે ક્યારે જોડાશે તે અંગે હાલમાં કહી શકાઈ નહીં. જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને ત્યાં પોતાની ફિટનેસ પર કામ કરી રહૃાા છે.

Read About Weather here

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને લિમિટેડ ઓવર સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો. થોડા દિવસ પહેલા જ જાડેજાએ બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું, ફરી બેટ પકડીને સારુ લાગી રહૃાું છે. આ વીડિયો સામે આવ્યા બાદ જાડેજા જલ્દી જ સીએસકે સાથે જોડાશે તેવી અટકળો શરુ થઈ હતી. ઓલરાઉન્ડર જાડેજા સીએસકે માટે ખૂબજ મહત્વનો ખેલાડી છે. પરંતુ જે રીતે સીએસકેના સીઈઓએ નિવેદન આપ્યું છે તેનાથી લાગે છે કે, રવિન્દ્ર જાડેજા આઈપીએલની શરુઆતની મેચમાંથી બહાર થઈ શકે છે. IPL માટે સીએસકેના મોટાભાગના ખેલાડીઓ મુંબઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here