ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું
ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુપર-12 રાઉન્ડની તેની છેલ્લી ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયા એ ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે અને આ જીતનો અર્થ એ છે કે ટીમે ગ્રુપ-2 માં ટોચ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે શરૂઆતમાં અને સૂર્યકુમાર યાદવે અંતમાં શાનદાર ઇનિંગ રમી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યકુમારે 25 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સૂર્યકુમારે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી. રેયાન બર્લે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા.સિકંદર રઝાએ 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને બે-બે વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી. સૂર્યકુમારને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Read About Weather here

ભારતે ગ્રુપ-2 માં તેની પાંચમાંથી ચાર મેચ જીતી અને આઠ પોઈન્ટ સાથે ટોપ પર રહી. આ ગ્રુપમાંથી ક્વોલિફાય થનારી બીજી ટીમ પાકિસ્તાન હતી. તેના છ પોઈન્ટ છે. હવે પ્રથમ સેમિફાઇનલમાં બુધવારે સિડનીમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા ગુરુવારે એડિલેડ ઓવલમાં બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here