શાહરૂખ ખાનની ટ્વીટે છંછેડાયો વિવાદનો મધપૂડો !

શાહરૂખ ખાન ટ્વીટ
શાહરૂખ ખાન ટ્વીટ

શાહરૂખ જે પોતાને દિલ્હીવાળો કહે છેની આ ટ્વીટ દિલ્હીમાં રહેતા ઇતિહાસકાર ઇરફાન હબીબને બિલકુલ પસંદ આવી નહીં

શાહરૂખની આ ટ્વીટ પર હબીબે કહૃાું કે તારી આ ટ્વીટ સંપૂર્ણપણે એકદમ ખોટા સમયે આવી છે,

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં દેશની ભયંકર સ્થિતિ છે. દેશની રાજધાની દિલ્હી આનાથી સૌથી વધુ પ્રભાવિત છે. હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી અને એટલે સુધી કે પોતાના લોકોના અંતિમ સંસ્કાર સુદ્ધાં કરાવા માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આવી સ્થિતિમાં IPLના આયોજન પર પ્રશ્ર્ન ઉઠી રહૃાા હતા પરંતુ શાહરૂખ ખાનની એક ટ્વીટે આ વિવાદના મધપૂડાને છંછેડ્યો છે.

Subscribe Saurashtra Kranti here

શાહરૂખ ખાનની ટ્વીટે છંછેડાયો વિવાદનો મધપૂડો ! શાહરૂખ

શાહરૂખ ખાન IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના સહ-માલિક છે. જો કે તેમની ટીમનું પ્રદર્શન અત્યારે આઇપીએલમાં કંઇ ખાસ સારું નથી. ટીમ હાલ સૌથી નીચલા ક્રમાંક પર છે. શનિવારના રોજ તેમની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આની પહેલાં શનિવાર સવારે શાહરૂખે એક ટ્વીટ કરી MPLને KKRના પ્રિન્સિપલ સ્પોન્સર બનવા પર ખૂબ જ ખુશી થઇ રહી છે. કેકેઆરની સાથે આગળ વધવાનું સારું લાગે છે. હવે દિમાગ લગાવાનો સમય છે. જોઇએ તમારા ફોન પર કંઇ નવી ગેમ્સ છે.

શાહરૂખ જે પોતાને દિલ્હીવાળો કહે છેની આ ટ્વીટ દિલ્હીમાં રહેતા ઇતિહાસકાર ઇરફાન હબીબને બિલકુલ પસંદ આવી નહીં. દિલ્હી અત્યારે કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત છે. અહીં દરરોજ સેંકડો લોકો આ બીમારીના લીધે પોતાના જીવ ગુમાવે છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી લોકોના શ્ર્વાસ થોભી રહૃાા છે.

એવામાં શાહરૂખની આ ટ્વીટ પર હબીબે કહૃાું કે તારી આ ટ્વીટ સંપૂર્ણપણે એકદમ ખોટા સમયે આવી છે. દિલ્હી જે તારા જન્મનું શહેર છે જે અત્યારે એ દર્દમાંથી પસાર થઇ રહૃાું છે જેમકે તે ભાગલા સમયની હીંસા દરમ્યાનમાંથી પસાર થયું હતું. જો કે આ બધાની વચ્ચે એક શરમજનક ૧૯૮૪ પણ પસાર થયો હતો. આ ટ્વીટથી બચી શકાતું હતું. તારી PR ટીમે થોડીક માનવતા દેખાડવી જોઇએ.

Read About Weather here

૨૪ એપ્રિલના રોજ દિલ્હીમાં કોરોનાના ૨૪૧૦૩ કેસ સામે આવ્યા અને ૩૫૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દિલ્હીમાં આ વૈશ્ર્વિક મહામારી ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી છે. પોઝિટિવિટી રેટ ૩૨.૨૭ સુધી પહોંચી ગયો છે. જો કે તે ખૂબ જ ખતરનાક છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here