વેસ્ટઇન્ડીઝ ટીમ T20 વર્લ્ડ કપની બહાર!

વેસ્ટઇન્ડીઝ ટીમ T20 વર્લ્ડ કપની બહાર!
વેસ્ટઇન્ડીઝ ટીમ T20 વર્લ્ડ કપની બહાર!
આજે T20 વર્લ્ડ કપ 2 વખતની T20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડીઝ આ વખતના વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તેને ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ-2માં આયર્લેન્ડ સામે 9 વિકેટે હાર મળી છે. આયર્લેન્ડ તરફથી પૉલ સ્ટર્લિંગે 48 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તો લોર્કન ટકરે 35 બોલમાં 45 રન કર્યા હતા.વેસ્ટઈન્ડીઝનો ટૉપ ઑર્ડર ફેલ થયો હતો. મિડલ ઑર્ડરમાં એકલા બ્રેન્ડન કિંગે 48 બોલમાં 62 રન કર્યા હતા. તેના સિવાય કોઈ કેરિબિયન બેટર ચાલ્યો નહોતો.

Visit Saurashtra Kranti Homepage here

આયર્લેન્ડના સ્પિનરોઓએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે વેસ્ટઈન્ડીઝની એક પછી એક વિકેટ લીધી હતી અને કેરિબિયન ટીમને 146 રનના સ્કોર સુધી સીમિત રાખી હતી. વેસ્ટઈન્ડીઝ ટીમના 5માંથી 4 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી.

Read About Weather here

બોલર્સના પાવરફુલ પર્ફોર્મન્સ પછી તેમની ટીમની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ટીમે 11 ઓવરમાં જ 100 રનના આંકડાને પાર કરી દીધો હતો. કેપ્ટન બાલબર્નીએ 37 રન કર્યા હતા. તેના અને પૉલ સ્ટર્લિંગ વચ્ચે 73 રનની મહત્ત્વની પાર્ટનરશિપ બની હતી. કેપ્ટન બાલબર્નીએ 23 બોલમાં 37 રન કર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 160.87ની રહી હતી.ઘાતક ઓપનર પૉસ સ્ટર્લિંગે 48 બોલમાં 66 રન કર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. આયરિશ વિકેટકીપર લોર્કન ટકરે 128.57ની સ્ટ્રાઈક રેટથી અને 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 બોલમાં 45 રન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here