BCCIએ વુમન્સ IPLની મીડિયા રાઇટ્સ વેંચવા માટે ટેન્ડર્સ મગાવ્યા છે. 2023માં પહેલીવાર વુમન્સ IPLનું આયોજન કરવામાં આવશે. બોર્ડે પહેલી પાંચ સિઝન એટલે કે 2023-2027 સુધીના મીડિયા રાઇટ્સની નીલામી કરશે.
Visit Saurashtra Kranti Homepage here
બોર્ડે જે સૂચના બહાર પાડી તેમાં જણાવ્યા પ્રમાણે મીડિયા રાઇટ્સ ખરીદવા ઇચ્છુક કંપનીઓને ટેન્ડર ડોક્યૂમેન્ટ્સ ખરીદવા પડશે. આ ડોક્યૂમેન્ટ માટે કંપનીઓએ 5 લાખ રૂપિયાની નોન રિફંડેબલની રકમ આપવી પડશે. ડોક્યૂમેન્ટ ખરીદવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022 છે. ડોક્યૂમેન્ટ ખરીદ્યા પછી કંપનીઓ wipl.mediarights@bcci.tv પર પેમેન્ટ ડિટેઇલ્સ મોકલવી પડશે.
Read About Weather here
બોર્ડે એ પણ વાત કરી છે કે ટેન્ડર ડોક્યૂમેન્ટ ખરીદવાનો એ મતલબ નથી કે આના પરથી બોલીમાં ભાગીદારીની પરમિશન મળી જાય છે. બોર્ડ પહેલા બધી જ કંપનીઓની યોગ્યતાને પારખશે અને આના પછી જ બોલીમાં ભાગ લેવા માટે પરમિશન આપશે. પાંચ ટીમની નીલામી પણ થશે. વુમન્સ IPLની શરૂઆત પાંચ ટીમથી થશે. એક ટીમની બેઝ પ્રાઇઝ 400 કરોડ રૂપિયા હશે. બોર્ડને આશા છે કે તેનાથી તેમને 1000-1500 કરોડ રૂપિયા મળશે. ટીમની નીલામીની પ્રક્રિયા ક્યારે શરૂ થશે, તેની માહિતી હજુ મળી નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here