વિરાટ કોહલીને મળ્યું 2010ના દાયકાનું સર્વશ્રેષ્ઠ સન્માન

વિરાટ કોહલી
વિરાટ કોહલી

વિરાટ કોહલી વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો

Subscribe Saurashtra Kranti here

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)ને વિઝડન અલમાનેક(Wisden Almanack) દ્વારા ૨૦૧૦ વાળા દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોકસ સતત બીજા વર્ષે ‘વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે ચૂંટાયો છે. ૩૨ વર્ષના કોહલીએ ઓગસ્ટ ૨૦૦૮માં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. સર્વાધિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કોહલીએ ૨૫૪ વનડેમાં ૧૨ હજાર ૧૬૯ રન બનાવ્યા છે. વિઝડેને કહૃાું કે પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચની ૫૦મી વર્ષગાંઠ પર દર દાયકામાથી પાંચ વનડે ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે.

તેણે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ૧૯૭૧થી ૨૦૨૧ની વચ્ચે, દરેક દાયકા માટે શ્રેષ્ઠ ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે. કોહલી ૨૦૧૦ના દાયકા માટે ચૂંટાયો હતો. વિરાટ કોહલી વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો, તેણે દસ વર્ષમાં ૧૧ હજારથી વધુ રન બનાવ્યા છે, જેમાં ૪૨ સદીનો સમાવેશ થાય છે.

મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને કપિલ દેવને પણ મોટુ સન્માન મળ્યું છે. સચિનને ??૯૦ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ૧૯૯૮માં તેણે નવ વનડે સદી ફટકારી હતી. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને ૮૦ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કપિલની અધ્યક્ષતા હેઠળ ભારતે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યો હતો. તે દાયકામાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી એક હજારથી વધુ રન બનાવ્યા હતા.

Read About Weather here

સ્ટોક્સને સતત બીજા વર્ષે વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ૫૮ મેચમાં ૬૪૧ ટેસ્ટ રન બનાવ્યા હતા જ્યારે ૧૯ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના બેથ મૂનીને શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડીઝના કિયરન પોલાર્ડને શ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here