વિજય હઝારે ટ્રોફીમાં સમર્થ વ્યાસની ડબલ સેન્ચુરી

વિજય હઝારે ટ્રોફીમાં સમર્થ વ્યાસની ડબલ સેન્ચુરી
વિજય હઝારે ટ્રોફીમાં સમર્થ વ્યાસની ડબલ સેન્ચુરી
સૌરાષ્ટ્રનો સમર્થ વ્યાસ વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી ફટકારનાર 5મો બેટર બન્યો છે. તેણે રવિવારે દિલ્હીમાં એલિટ ગ્રુપ Aમાં રમાઈ રહેલી લીગમાં મણિપુર સામે 131 બોલમાં 200 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મણિપુરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મણિપુર 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર માટે ઓપનિંગ કરતા સમર્થ વ્યાસે હાર્વિક દેસાઈ સાથે પહેલી વિકેટ માટે 281 રનની પાર્ટનરશિપ બનાવી હતી. હાર્વિક દેસાઈએ 107 બોલમાં 100 રન બનાવ્યા હતા.

Read About Weather here

આ સિવાય ચેતેશ્વર પૂજારાએ 40 બોલમાં 48 રન અને જેક્સને 17 બોલમાં 20 રન બનાવ્યા હતા. મણિપુર તરફથી રેસ સિંહ, વિશ્વજીતે 1-1 વિકેટ લીધી હતી.વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં સમર્થ વ્યાસે શાનદાર શરૂઆત કરી છે. ચંદીગઢ સામેની પ્રથમ મેચમાં તેણે 64 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે બીજી મેચમાં 200 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here