ભારતની “વિરાટ” જીત

ભારતની
ભારતની "વિરાટ" જીત
ભારત-પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન મેદાનમાં ટોસ  ઇન્ડિયાએ જીત્યો. ઇન્ડિયાએ પહેલાં ફિલ્ડીંગ ભરવાનું નક્કી કર્યું. ઇન્ડિયન્સ બોલરની તોફાની બોલિંગ શરૂ થઈ. ત્રણ ઓવર થઈ ત્યાં પાકિસ્તાનની ટીમના આધાર સ્તંભ કેપ્ટન બાબર આઝમ અને મહંમદ રિઝવાન આઉટ થઈ ગયા.મેચના અંતિમ બોલમાં પાકિસ્તાને 159 રન બનાવ્યા અને 160 રનનો ટાર્ગેટ ભારતને આપ્યો

Visit Saurashtra Kranti Homepage here

ભારતનો દાવ આવ્યો કેપ્ટન રોહિત શર્મા અને કે.એલ.રાહુલ પિચ પર ઉતર્યા.ભારતના 32 રન થયા ત્યાં તો 4 વિકેટ પડી ગઈ હતી. વિરાટ કોહલી અને સૂર્યા યાદવ આવ્યા ચોગ્ગા અને છગ્ગાની ‘આતશબાજી’ કરીને જીતની આશા જીવંત કરી. સૂર્યા અને વિરાટે ત્રણ વખત દોડીને ત્રણ-ત્રણ રન લઈ લીધા. સૂર્યા આઉટ થયા પછી અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને આર અશ્વિન મેદાનમાં આવી ગયા પણ વિરાટ અણનમ રહ્યો.

Read About Weather here

વિરાટ કોહલીની ‘વિરાટ’ ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની ‘ગ્રેટેસ્ટ ઇનિંગ’ રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 154.72ની રહી હતી. ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો. ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here