ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી’ઓર બેંઝેમાએ જીત્યો

ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી'ઓર બેંઝેમાએ જીત્યો
ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી'ઓર બેંઝેમાએ જીત્યો
ફ્રાંસના સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાને ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી’ઓર મળ્યો છે. 34 વર્ષીય બેંઝેમાને મંગળવારે પરિસમાં થિએટર ડૂ ચૈટલેટમાં યોજાયેલા એક સમારોહમાં આ બેલોન ડી’ઓર 2022નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે ફૂટબોલ જગતના બે દિગ્ગજ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિના લિયોનેલ મેસ્સી આ એવોર્ડ રેન્કિંગના ટૉપ-10માં રહ્યા નહોતા. 24 વર્ષ પછી કોઈ ફ્રાંસના ફૂટબોલરને આ એવોર્ડ મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બેંઝેમા પહેલા વર્ષ 1998મા ફ્રાંસના મહાન ફૂટબોલર જિનેદીન ઝિદાનને બેલોન ડી’ઓર મળ્યો હતો. બેંઝેમાએ આ એવોર્ડ જીતનારો પાંચમો ફ્રાંસનો ફૂટબોલર બન્યો છે. બેંઝેમા ગત સીઝનમાં રિયલ મેડ્રિડની સાથે લા લીગા અને ચેમ્પિયન્સ લીગ જીત્યો હતો, જેના પછી આ વર્ષે તે એવોર્ડ જીતવા માટે સૌથી હકદાર ફૂટબોલર હતો. છેલ્લા 13માંથી 12 એવોર્ડ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે. બેંઝેમા 1956 પછી સૌથી મોટી ઉંમરે બેલોન ડી’ઓર જીતનારો ખેલાડી બન્યો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here