બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ બેડમિન્ટન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ભારત મેન હોકી ટીમનો ફાઇનલમાં શાનદાર પ્રવેશ
ટોક્યો ઓલમ્પિકમાં આજનો દિવસ ભારત માટે શાનદાર સફળતાનો રહ્યો હતો. પુરૂષ હોકી અને બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીએ શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય હોકી ટીમે આર્જેન્ટીનાને 3-૧ થી સજ્જડ પરાજય આપી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાકું કર્યું હતું.
તે જ રીતે બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી પી.વી.સિંધુએ ડેન્માર્કની મજબુત હરીફને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો હતો.
Subscribe Saurashtra Kranti here
પુરૂષ હોકી વિભાગમાં ભારતની હોકી ટીમે લાજવાબ પ્રદર્શન કર્યું હતું. વરૂણ કુમાર, વિવેકસાગર પ્રસાદ અને હરમનપ્રીતસીંગનાં શાનદાર ગોલની મદદથી ભારતે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને સજ્જડ પરાજય આપ્યો હતો. આ રીતે પુલ-એ માં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. હરીફ ટીમ તરફથી એક માત્ર ગોલ કાસેલાએ કર્યો હતો.
બેડમિન્ટનમાં સિંધુએ ભારત માટે ચંદ્રકની આશા જીવંત રાખી છે. આજે ડેન્માર્કની ખેલાડીને હરાવીને સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
Read About Weather here
આજનાં દિવસે હવે તમામ આશાઓ શુટીંગ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી મહિલા શુટર મનુ ભાકર તથા રાહી સર નોબત પર રહેશે. અત્યાર સુધી ભારતનો દેખાવ શુટીંગમાં સાવ નબળો રહ્યો છે. ગઈકાલે તિરંદાજીમાં દીપિકા કુમારીએ વિજય મેળવી ચંદ્રકની આશા જગાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here