ક્રિકેટ બોર્ડે આપ્યા સંકેત !, IPLની બાકી ની મેચનું આયોજન…

IPLની બાકી ની મેચ
IPLની બાકી ની મેચ

બીસીસીઆઈને વિંડો મળશે તો IPLની બાકી ની મેચનું આયોજન કરવું શક્ય છે

ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા IPL ૨૦૨૧ ની બાકીની મેચનું આયોજન થાય તેવી સંભાવના છે. લીગની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આઈપીએલ ૨૦૨૧ માં ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ લીગને અનિશ્ર્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. તેવામાં ટી -૨૦ વર્લ્ડ કપ પહેલા બાકી ની મેચનું આયોજન થાય તેવા એંધાણ મળી રહૃાાં છે.

આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતની જ હશે. તેવામાં જો સપ્ટેમ્બરમાં બીસીસીઆઈને વિંડો મળશે તો IPLની બાકી ની મેચનું આયોજન કરવું શક્ય છે.

Subscribe Saurashtra Kranti here

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહૃાા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.

બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહૃાું હતું કે જો વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -૧૯ ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો T-20 વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થયું શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.

Read About Weather here

આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહૃાા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ૧૮ જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની ૩૧ મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે વાત કરી શકે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here