આન્દ્રે રસલે દારૂની બોટલ સાથે કરી પોસ્ટ…!

300
આન્દ્રે રસલે દારૂ
આન્દ્રે રસલે દારૂ

પાછલી છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ બેટિંગથી અસફળ રહૃાા પછી આન્દ્રે રસલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૧૪માં તે અંદાજમાં દેખાઈ રહૃાો નથી, જેના માટે તે જાણીતો છે. રસલ પોતાની તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે. પરંતુ IPL આ સીઝનમાં હજુ સુધી તેનું બેટ કંઈક જોઈએ તેવું જાદૃુ દેખાડી શકી નથી. આન્દ્રે રસલે અત્યાર સુધી માત્ર એક ઈનીંગ સારી રમી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધની મેચમાં રસલે ફિફટી મારી હતી. જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ૩૨ વર્ષના આ ઓલરાઉન્ડરે આ સીઝનમાં ૧૯.૬૬ની સરેરાશથી રન બનાવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

પાછલી છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ બેટિંગથી અસફળ રહૃાા પછી આન્દ્રે રસલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેણે દારૂની બોટલની સાથે પોતાનો ફોટો અપલોડ કર્યો છે. રસલે લખ્યું છે- ક્યારેક ઠીક ના હોવું પણ ઠીક હોય છે. તે સિવાય તેણે નીચે એક મેસેજ લખ્યો છે. રસલે દારૂનું એક ઈમોજી પોસ્ટ કરતા લખ્યું છે- આ દરેક સમયે મદદ કરે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી રસલ કેકેઆરની ટીમનો મહત્ત્વનો હિસ્સો રહૃાા છે. તેમણે પોતાના દમ પર ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે. રસલ અને ઇને આશા છે કે તે જલદીથી પોતાના ફોર્મમાં પાછો આવી જશે. કોલકાતાની ટીમ આ વખતે જોઈએ તેવા ખાસ ફોર્મમાં જોવા મળી રહી નથી. છ મેચમાંથી માત્ર ૨ મેચોમાં ટીમે જીત મેળવી છે.

Read About Weather here

આંદ્રે રસલે IPLમાં ૮૦ મેચ રમ્યો છે. તેમણે ૨૮.૬૮ની સરેરાશથી ૧૬૩૫ રન બનાવ્યા છે. ૮૮ તેમનો બેસ્ટ સ્કોર રહૃાો છે. રસલે ૧૭૯.૬૭ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો રસલે ૬૮ વિકેટો લીધી છે. તેણે એક ઈનીંગમાં એક વખત ૪ અને ૫-૫ વિકેટો પણ લીધી છે. દેશમાં વધતા કોરોનાના કેસોને લીધે BCCIએ IPLના ખિલાડીઓની બાયો બબલના નિયમો વધારે કડક કરી દીધા છે.

હવે ખિલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હવે દર બીજા દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ પહેલા દર પાંચ દિવસે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હતો. આ સિવાય ખિલાડીઓએ માત્ર હોટલનું ખાવાનું ખાવું પડશે તેઓ બહારથી ખાવાનું મંગાવી શકશે નહીં. ટુર્નામેન્ટની શરૂઆતમાં પહેલા બહારનું ખાવાનું મંગવવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here