આઈપીએલ પહેલા ટ્રેનીંગ દરમિયાન ધોની ફોર્મમાં?

34
આઈપીએલ-2021, MS Dhoni one handed shot
આઈપીએલ-2021, MS Dhoni one handed shot

આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું કે ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં

Subscribe Saurashtra Kranti here

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-૨૦૨૧) શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. તમામ ફ્રેન્ચાઇઝી પોતાની તૈયાતી કરી રહી છે. ચેન્નઈ સુપરિંકગ્સ (સીએસકે) એ બાકી ટીમોની પહેલા આઈપીએલ માટે ટ્રેનીંગ શરૂ કરી દીધી હતી. સીએસકેની ટ્રેનીંગ દરમિયાન કેપ્ટન એમએસ ધોની ફોર્મમાં જોવા મળ્યો છે. ધોની નેટ્સ પર લાંબા-લાંબા છગ્ગા ફટકારી રહૃાો છે. ચેન્નઈ સુપર કિંગ્સના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જ્યાં ધોની ફટકાબાજી કરી રહૃાો છે.

આ વીડિયો ખુબ વાયરલ થઈ રહૃાો છે. આ વીડિયોમાં ધોની અંતમાં એક હાથે સિક્સ ફટકારતો જોવા મળી રહૃાો છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહૃાાં છે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને માત્ર આઈપીએલમાં રમશે. તેવામાં ધોનીના ફેન્સ તેની ઝલક જોવા માટે આતૂર છે. સીએસકેએ પ્રથમ મેચ ૧૦ એપ્રિલે મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

Read About Weather here

સીએસકે માટે પાછલી સીઝન ખરાબ રહી હતી. આઇપીએલના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું કે ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. ધોનીએ પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહૃાુ હતું. આ વખતે ચેન્નઈની ટીમ પાસે ફેન્સને પણ ખુબ આશા છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here