આ સાથે જ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં સદી બનાવનારો સમર્થ વ્યાસ પ્રથમ બેટર બન્યો છે. આ મેચમાં કચ્છ વોરિયર્સનો ઝાલાવાડ રોયલ્સ સામે 36 રને શાનદાર વિજય થતાં ટૂર્નામેન્ટમાં તેને પહેલી જીત મળી છે. આ મેચમાં ઝાલાવાડ રોયલ્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. લીગ સ્ટેજના ચાર મુકાબલા બાકી રહ્યા છે ત્યારે તેમાં જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે પાંચેય ટીમ એડીચોટીનું જોર લગાવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન ઝાલાવાડ રોયલ્સ-કચ્છ વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં કચ્છ વતી રમી રહેલા સમર્થ વ્યાસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં કચ્છ વોરિયર્સે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. કચ્છ વતી સમર્થ વ્યાસે 59 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આલોન રંજને 27 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 તો કૃષ્ણકાંત પાઠકે 14 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં રમેશ પડીયાચીએ 4 ઓવરમાં 18 રન આપી બે, કુશંગ પટેલે 4 ઓવરમાં 29 રન આપી બે અને દેવ દંડ-અગ્નિવેશ અયાચીએ એક-એક વિકેટ મેળવી હતી. ઝાલાવાડ રોયલ્સ 152 રને જ થંભી જતાં તેનો 36 રને પરાજય થવા પામ્યો છે.
Read About Weather here
આ મેચમાં અણનમ 102 રનની શાનદાર ઈનિંગ રમનાર સમર્થ વ્યાસને મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેને રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવના હસ્તે ચેક આપી નવાજવામાં આવ્યો હતો.બોલિંગમાં ઝાલાવાડ વતી સમર ગજ્જરે 4 ઓવરમાં 16 રન આપી બે વિકેટ મેળવી હતી. આ ઉપરાંત આદિત્યસિંહ જાડેજા અને પાર્થ ભૂતે પણ એક-એક વિકેટ ખેડવી હતી. કચ્છ વોરિયર્સે આપેલા 190 રનના લક્ષ્યાંક સામે ઝાલાવાડ રોયલ્સ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 152 રન જ બનાવી શક્યું હતું. ઝાલાવાડ વતી કેપ્ટન શેલ્ડન જેક્શને 44 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા.આ ઉપરાંત જય ગોહિલે 32 બોલમાં 39 અને હેત્વીક કોટકે 23 રન બનાવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here