‘RRR’ જુનિયર NTRનું કઠોર વ્રત…!

'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત...!
'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત...!
ફિલ્મ હિટ જતાં જ પહેલાં રામચરણે અયપ્પા દીક્ષા લીધી હતી. હવે જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી છે. ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ના હીરો જુનિયર NTR તથા રામચરણ હવે ભારતભરમાં લોકપ્રિય થઈ ગયા છે. ફિલ્મે અત્યાર સુધી 1082 કરોડની કમાણી વર્લ્ડવાઇડ કરી છે. ‘RRR’ સુપરડુપર હિટ જતાં જ ફિલ્મના હીરો જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી છે. જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. ભગવા કપડાં પહેરશે. ગળામાં માળા તથા માથા પર ચાંદલો કરશે. દિવસમાં બે વાર પૂજા કરશે. નોનવેજ, જંક ફૂડ ખાશે નહીં.
'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત...! RRR

Visit Saurashtra Kranti Homepage here

માત્ર સાત્વિક ભોજન એક જ ટંક જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે. જુનિયર NTRએ જીવનમાં પહેલી જ વાર હનુમાન દીક્ષા લીધી છે.હનુમાન દીક્ષા સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં લોકપ્રિય છે. હનુમાન દીક્ષા 11, 21 તથા 41 દિવસની હોય છે. હનુમાન દીક્ષા ચૈત્રી પૂનમથી શરૂ થાય છે. આ ઉપરાંત કારતક તથા માગશર મહિનામાં પણ હનુમાન દીક્ષા લઈ શકાય છે.હનુમાનજીના મંદિરે દર્શન માટે જઈએ ત્યારે માથે ઇરુમૂડી રાખવાની હોય છે, જેમાં બે થેલી તથા એક થેલો હોય છે, આમાં ઘીથી ભરેલું નારિયેળ, પૂજા સામ્રગી, ભોજન હોય છે. માથે લઈને મંદિરની પરિક્રમા કરવાની હોય છે.

'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત...! RRR

Read About Weather here

'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત...! RRR

જુનિયર NTRની ‘RRR’ હીટ રહી હતી. જુનિયર NTRએ ‘કૌન બનેગા કરોડપતિ’ની તેલુગુ સિઝન પાંચ હોસ્ટ કરી હતી.રામચરણે અયપ્પા દીક્ષા લીધી છે. કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં દર્શન કરવા જતાં પહેલાં 41 દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરવું પડે છે. આને મંડલમ કહેવામાં આવે છે. આ માટે 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. વાદળી અથવા કાળાં કપડાં પહેરવાનાં હોય છે. ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. માથામાં તિલક કરવાનું હોય છે. માત્ર એક ટાઇમ સાદું ભોજન જમવાનું હોય છે. જમીન પર જ સૂવાનું હોય છે. રામચરણ 20 વર્ષનો હતો ત્યારથી આ અનુષ્ઠાન કરે છે. આટલું જ નહીં રામચરણ વર્ષમાં બેવાર આ અનુષ્ઠાન પૂરી શ્રદ્ધા સાથે કરે છે.આ દિવસોમાં નોનવેજ ખાઈ શકાતું નથી. સાંજે પૂજા કરવાની હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here