PGVCLની ચેકીંગ ડ્રાઈવ…!

PGVCLની ચેકીંગ ડ્રાઈવ…!
PGVCLની ચેકીંગ ડ્રાઈવ…!
જ્યાં મોડી રાત્રે આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઇમિટેશનના બે કારખાનામાં ચેકીંગ કરતા રૂ.4.50 લાખની વીજચોરી ઝડપાઈ છે. PGVCL દ્વારા હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર PGVCLના નાયબ ઇજનેર અને તેની ટીમ દ્વારા આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં મહીકા રોડ ઉપર આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

સખીયાના ઇમિટેશનના બે કારખાનામાં રાત્રે 12 વાગ્યાની આસપાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેના સંચાલક જયેન્‍દ્રભાઇ અને ધીરજલાલ સખીયા દ્વારા વીજચોરી કર્યાનું સામે આવ્યું હતું. જેમાં વીજ જોડાણ ચેક કરતા કુલ 26.96 કીલોવોટ અને 18.14 કીલોવોટનો લોડ જોડેલો હતો.જ્યાં બંને વીજ જોડાણોમાં મેઇન વાયર સહીત સર્વિસ વાયરમાંથી ટેપિંગ કરી સીધો જ લોડ સાઇડ જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરવામાં આવતી હતી.

Read About Weather here

સંચાલકોની આ ચાલાકીને પડકીને PGVCLના નાયબ ઇજનેર વી.એન.કટાગરા તથા જે.આર.મારડીયા દ્વારા રૂા.4.50 લાખનું વીજચોરીનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું હતું.જેથી વીજ વપરાશ હોવા છતાં મીટરમાં વીજ વપરાશ નોંધાય નહી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here