17 May, 2021
HomeSAURASHTRAPGVCLના કર્મચારીઓનું વેક્સિનેશન શરૂ, 1200 કરતા વધુને વેક્સિન અપાશે

PGVCLના કર્મચારીઓનું વેક્સિનેશન શરૂ, 1200 કરતા વધુને વેક્સિન અપાશે

રાજકોટમાં મનપા કમિશ્ર્નરના પત્નીએ કોરોના વેક્સિન લીધી: આજે સવારે 11 વાગ્યાથી PGVCL કચેરી ખાતે વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું

PGVCL કર્મચારીઓનું વેક્સિનેશન

Subscribe Saurashtra Kranti here

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશન વધારવા સૂચન કરવામાં આવ્યું હતું. હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે આજથી રાજકોટમાં નાના મવા રોડ પર આવેલી PGVCLની ઓફિસ ખાતે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યાથી PGVCL કચેરી ખાતે વેક્સિનેશન સેન્ટર શરૂ કરી અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે આજથી શરૂ થયેલા વેકસિનેશનમાં અંદાજીત 1200થી વધુ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ત્યારબાદ પોલીસ અધિકારી, કર્મચારી અને 60 વર્ષથી ઉપરના તેમજ કોમોર્બીડ બિમારી ધરાવતા લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સાથે કોરોના પ્રથમ કેસથી આજે એક વર્ષના સમય દરમિયાન સતત ફરજ પર રહેતા વીજળી વિભાગના એટલે કે રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રસીકરણ કેન્દ્રો વધારવાના મુદે જિલ્લા કલેક્ટર પાસેથી વિગતો મેળવીને વેક્સિનેશન સેન્ટરો વધુ પ્રમાણમાં ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.

Read About Weather here

હાલમાં રાજકોટ જિલ્લામાં 320 અને રાજકોટ શહેરમાં તમામ સરકારી હોસ્પિટલો, મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ઉપરાંત શહેરની 22 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કોરોના વેક્સિન વધારવા માટે વધુ 11 ખાનગી હોસ્પિટલને કોરોના રસીકરણ કરવા માટે મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks