OMG 81 લાખની સાયબર ઠગાઈ…!

OMG 81 લાખની સાયબર ઠગાઈ…!
OMG 81 લાખની સાયબર ઠગાઈ…!
તાજેતરમાં જ સાયબર ક્રાઈમની એક ઘટના બની છે, જેમાં નિવૃત્ત સરકારી અધિકારી સાથે ૮૧ લાખ રુપિયાની છેતરપિંડી થઈ છે. આપણા રોજબરોજના જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ટેક્નોલોજીને કારણે લોકોના જીવન સરળ બની ગયા છે, પરંતુ સાથે સાથે ઈન્ટરનેટને કારણે થતી છેતરપિંડીના કેસ પણ ઘણાં વધી ગયા છે. બે સાયબર ઠગોએ મળીને બે મહિનામાં અધિકારી પાસેથી આ રકમ પડાવી હતી. તેમણે નિવૃત્ત અધિકારીને ફોરેન એક્ષચેન્જ ટ્રેડિંગમાં મોટો નફો કરાવી આપવાની લાલચ આપી હતી.

સીઆઈડીના સાયબર સેલમાં ૬૪ વર્ષીય સુભાષચંદ્રએ ફરિયાદ નોંધાવી છે. તેઓ રાજ્યના સિંચાઈ વિભાગમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, ૨૭ ઓક્ટોબર ૨૦૨૦થી આ ઠગાઈની શરુઆત થઈ હતી.

તેમને અજાણ્યા સ્ત્રોત પાસેથી ઈન્વેસ્ટમેન્ટને લગતો મેસેજ મળ્યો હતો. સુભાષચંદ્રએ જ્યારે મેસેજ ખોલ્યો તો તેમાં એક હાઈપરલિંક મૂકવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરતા તેઓ ફોરેન એક્ષચેન્જ વેબસાઈટ પર પહોંચ્યા હતા. વેબસાઈટ પર આરોપી સંજય પટેલનો કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો હતો.

સુભાષચંદ્રને સંજયે એક સર્ટિફિકેટ મોકલ્યું જે ઈન્ટરનેશલ ફાઈનાન્સ સર્વિસ કમિશન દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કંપની ગેલેક્સી એફએક્સટ્રેડ માટે ઈશ્યુ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ અન્ય ગ્રાહકો અને તેમણે મેળવેલા નફાની માહિતી પણ આપવામાં આવી હતી.

સુભાષચંદ્રને વિશ્વાસ થઈ ગયો કે આ કંપની યોગ્ય છે અને તેણે નફાની લાલચમાં આવીને તેમાં રોકાણ કરવા માટે રાજી થઈ ગયા હતા. સંજયની સલાહ અનુસાર તેમણે પહેલીવાર ૨.૨૩ લાખ રુપિયાનું રોકાણ કર્યું અને ૨૮મી ઓક્ટોબર, ૨૦૨૦નારોજ યુઝર આઈડેન્ટિટી અને ટ્રેડિંગ અકાઉન્ટ માટે ક્રેડેન્શિયલ પ્રાપ્ત કર્યું.

સંજયે ત્યારપછી કંપનીની બેલેન્સશીટ સુભાષચંદ્રને બતાવી અને અમુક સ્ક્રીનશોટ્સ બતાવ્યા જેથી તેમને વિશ્વાસ થઈ જાય કે તેઓ નફો કરી રહ્યા છે. સંજય અને તેના સાથી આશિષ જૈને સુભાષચંદ્રને વધારે રોકાણ કરવા રાજી કર્યા અને કોઈ મહિલાના નામે બીજું અકાઉન્ટ પણ બનાવડાવ્યુ.

સંજયની વાતોમાં આવીને સુભાષચંદ્રએ પોતાના અને પત્નીના ટ્રેડિંગ અકાઉન્ટ માટે કુલ ૮૧ લાખ રુપિયા ચૂકવ્યા. કંપનીની વેબસાઈટ અનુસાર, સુભાષચંદ્રના પૈસા બમણા થઈ ગયા છે.

જ્યારે સુભાષચંદ્રએ તેમની પાસે રોકડા પૈસાની માંગણી કરી અને ટ્રેડિંગ અકાઉન્ટ બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો બન્ને તેમને ટાળવા લાગ્યા. આખરે સુભાષચંદ્રએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી.

Read About Weather here

તેમણે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.જાન્યુઆરી મહિનામાં તેમણે સુભાષચંદ્રના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને પછી ખબર પડી કે તેમની કંપનીની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here