OMG દુલ્હન ઘોડા પર બેસી…!

OMG દુલ્હન ઘોડા પર બેસી...!
OMG દુલ્હન ઘોડા પર બેસી...!
ડિસેમ્બર ૧દ્ગક્ન રોજ લગ્ન પ્રસંગ અગાઉની ‘બંદોરી’માં દુલ્હન શેરવાની પહેરીને ઘોઢી પર ચઢી હતી. અને દુલ્હનના પરિવાર દ્વારા પણ જાતીય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે યુવતીના નિર્ણય પર જ પ્રથા આગળ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સામાન્ય રીતે કોઈપણ લગ્ન પ્રસંગમાં વરરાજા જ શેરવાની પહેરીને ઘોડી પર ચઢીને લગ્ન કરવા આવતો હોય છે. પણ રાજસ્થાનના સિકરના રનોલીમાં રહેતી ૨૫ વર્ષીય એક દુલ્હને આ તમામ માન્યતાઓને તોડી દીધી હતી.

દુલ્હન ક્રિતિકા સૈનીના પિતરાઈ ભાઈ વિશાલે જણાવ્યું કે, ક્રિતિકા બંદોરી માટે શેરવાની અને પાઘડી પહેરીને ઘોડે ચઢવા માગતી હતી. અને તેણે શેરવાની તેની જાતે જ ડિઝાઈન કરી છે.

શરૂઆતમાં તેના આ નિર્ણય પર પરિવાર સહમત થયો ન હતો, જો કે બાદમાં તેણે પોતાના પરિવારજનોને મનાવી લીધા હતા. અને તેના છ ભાઈ-બહેનોમાં તે સૌથી નાની હોવાના કારણે પિતા તેની તમામ ઈચ્છાઓ પુર્ણ કરવા માગતા હતા.

તેઓને લાગ્યું કે, આ જાતીય સમાનતાને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી સારું માધ્યમ બની શકે છે, અને તેનાથી લોકોમાં જાગૃતિ પણ આવી શકે છે. આ ઉપરાંત વિશાલે જણાવ્યું કે,

રાજસ્થાનમાં બંદોરી પ્રથા મુજબ સંબંધીઓ દ્વારા વરરાજા અને દુલ્હનને મેજબાની માટે બોલાવવામાં આવે છે. વરરાજા આ માટે ઘોડે ચઢીને આવે છે, આ ઉપરાંત વરરાજા આ પ્રથામાં શેરવાની પણ પહેરે છે.

ક્રિતિકાએ જયપુરથી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે, જયારે વરરાજા બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ક્રિતિકાના પિતા મહાવીર સૈનીએ જણાવ્યું કે, એક વર્ષ અગાઉ તેમના પુત્રીની સગાઈ થઈ હતી અને તે સમયે જ તેઓએ નક્કી કર્યું હતું કે, તે દીકરીના લગ્ન એક દીકરા તરીકે જ કરશે.

જયપુરની પ્રાઈવેટ કોલેજમાં ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કર્યું હતું. અને તેના બે વર્ષ પહેલાં તેણે માસ્ટર ઓફ આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો. અને ચાર બહેનો તેમજ બે ભાઈઓમાં તે સૌથી નાની બહેન છે.

Read About Weather here

અને ક્રિતિકાને શેરવાની ડિઝાઈન કરતાં ૩ મહિના લાગ્યા તેમ પણ પિતાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here