OMG મરઘીના બચ્ચાં માટે બસમા ટિકિટ લેવી પડી…!

OMG મરઘીના બચ્ચાં માટે બસમા ટિકિટ લેવી પડી…!
OMG મરઘીના બચ્ચાં માટે બસમા ટિકિટ લેવી પડી…!
કર્ણાટક રાજ્ય સડક પરિવહન નિગમની બસમાં એક મહિલા પોતાના પરિવારના અન્ય 2 સદસ્યો સાથે મુસાફરી કરી રહી હતી.તેણે વ્યક્તિ દીઠ 101 રૂપિયા લેખે ટિકિટ માટે કુલ 303 રૂપિયા ચુકવ્યા હતા પરંતુ કંડક્ટરની નજર મહિલા પાસે રહેલા મરઘીના બચ્ચાં પર પડતાં તેની પણ અડધી ટિકિટ લેવા માટે કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કર્ણાટકના શિમોગા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સડક પરિવહન નિગમ (KSRT)ની બસના કંડક્ટરે એક મહિલા સાથે તેણે ખરીદેલા મરઘીના બચ્ચાંની પણ ટિકિટ ફાડી હતી. એક નાના એવા મરઘીના બચ્ચાં માટે તે મહિલાએ 52 રૂપિયા ચુકવવા પડ્યા હતા.

કંડક્ટરની આ વાત સાંભળીને બસમાં રહેલા અન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કંડક્ટરને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યો નહોતો. કેએસઆરટીના સ્ટાફે કારણ આપતા કહ્યું કે,

બસમાં સવારી કરનારા દરેક જીવની ટિકિટ લેવી ફરજિયાત છે અને માટે જ મહિલાએ મરઘીના બચ્ચાંની પણ ટિકિટ લેવી પડશે.લાંબા સમય સુધી ચાલેલા વિવાદ બાદ આખરે મહિલાએ તે બચ્ચાંની પણ અડધી ટિકિટ લેવી પડી હતી જેના માટે 52 રૂપિયા પણ ચુકવવા પડ્યા હતા.

Read About Weather here

નવાઈની વાત એ છે કે, મરઘીનાં તે બચ્ચાંની કિંમત માત્ર 10 જ રૂપિયા હતી. મહિલાએ પોતાના ઓળખીતા લોકોને આ ઘટના અંગે જણાવ્યું હતું અને ત્યાર બાદ આ સમગ્ર બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. તે મહિલાએ મરઘીનાં બચ્ચા સાથે તેની ટિકિટનો ફોટો પણ શેર કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here