NSUIની કાજુ-બદામ આપી 50% ફી માફી આપવા માંગ

NSUIની કાજુ-બદામ આપી 50% ફી માફી આપવા માંગ
NSUIની કાજુ-બદામ આપી 50% ફી માફી આપવા માંગ

ઓનલાઈન શિક્ષણ હોવા છતાં પણ પૂરતી ફી ભરી હતી, હવે 50% ફી માફી સાથે અનોખો વિરોધ કરતા એન.એસ.યુ.આઈના પ્રમુખ રોહિત રાજપૂત સહિતના કાર્યકરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં છેલ્લા એક વર્ષથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે અને આ મહામારીની પરિસ્થિતિ દરમિયાન ઘણા વાલીઓની નોકરી, ધંધામાં મુશ્કેલી થવા પામી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા NSUI દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉપકુલપતિને કાજુ-બદામ આપી 50% ફી માફી આપવા માટે માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લા NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી ધંધા પર આર્થીક અસર પહોંચી છે. જેના કારણે 50% ફી માફી કોલેજો દ્વારા આપવી જોઇએ.

Subscribe Saurashtra Kranti here

આ સાથે તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો કોલેજો સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ છે તો સાથે મળી વિદ્યાર્થી અને વાલીઓને સહયોગ કરવો જોઇએ.જો કે હજી સુધી રાજ્યની એક પણ યુનિવર્સિટીએ કોઈ પણ જાતની ફી આપી નથી. માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. મોટાભાગનું મેરીટબેઝ પ્રમોશમ મળવાથી પરીક્ષાઓ પણ નથી લેવાઈ છતાં પણ સંપૂર્ણ કોલેજ ફી ભરી હતી.

Read About Weather here

યુનિવર્સિટીના સત્તાધીશોની યાદશક્તિ વધે તે અર્થે NSUIએ કાજુ બદામ આપી વિરોધ દર્શાવ્યો. NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સતાધીશોને વિદ્યાર્થીઓની વેદના ,વ્યથા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા છે તે ભૂલી ના જાય તે માટે કાજુ બદામ આપ્યા છે. સત્તાધીશો એ પણ ના ભૂલે કે NAAC ના મૂલ્યાંકનમાં ગ્રેડ ગગડ્યો હતો હવે તમે ફરી અપીલમાં ગયા છો એટલે જોજો .

સત્તાધીશોએ પણ યાદ રાખે કે યુનિ.નું કરોડોનું FD એ વિદ્યાર્થીઓની અલગ અલગ ફીઓથી અને તેના વાલીઓએ ભરેલ ટેક્સના છે. એટલે તેનો સદુપયોગ કરવામાં આવે. આ રજુઆતમા NSUIના પ્રદેશ ઉપપ્રમુખ સુરજભાઈ ડેર, રાજકોટ જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુત, ઉપપ્રમુખ અભિરાજ તલાટીયા, મીત પટેલ, મોહીલ ડવ, પાર્થ બગડા.યુથ કોંગ્રેસના મહામંત્રી મૌલેશ મકવાણા , હુસેન હીરાણી, મોહમદ બાવાણી, જીત સોની ,આશિષ ગઢવી સહિત કાર્યક્રરો જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here