રાજક્ોટ કલેકટર કચેરી સ્થિત સખી કેન્ટીનમાં વાનગીઓ ચાખીને ભરપેટ વખાણ કર્યા
નેશનલ રૂરલ ડેવલોપમેન્ટના કેન્દ્રીય ડેપ્યુટી સેક્રેટરી હરિ રામ મીના રાજકોટમાં સખી કેન્ટિન મુલાકાતે આવ્યા હતા અને પૌષ્ટિક વાનગીઓ ચાખીને ભરપેટ વખાણ કર્યા હતા.
નેશનલ રૂરલ ડેવલોપમેન્ટ (NRLM) ન્યુ દિલ્હીના હરિ રામ મીના તથા કેન્દ્રીય ટિમ રાજકોટ જિલ્લાની ઓચિંતી મુલાકાતે આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા જિલ્લા તંત્ર દોડતું થયું હતું.
Read National News : Click Here
તેમણે રાજકોટ કલેકટર ઓફીસ ખાતે આવેલ સખી કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી. અહીં સખી મંડળની બહેનો પ્રમુખ વર્ષાબેન તેરેયા એ સેક્રેટરી તથા સાથે આવેલ ટિમને આવકારી હતી. સખી કેન્ટીનની બહેનો સાથે ખાસો સમય વિતાવી ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ કરી ભાખરી, થેપલા, સૂકી ભાજી વગેરે ગુજરાતી વાનગીઓ ટેસ્ટીંગ કરી ખુશી અનુભવેલી હતી.
અહીં મહિલાઓ દ્વારા મરી મસાલા વગરનું ફૂડ બનતું હોવાની જાણકારી મળતા વિઝીટ બુકમાં સખી કેન્ટિનના ખૂબ વખાણ કર્યા અને સાથે સાથે પ્રગતિની શુભેચ્છાઓ આપી કદાચ રાજયમાં રાજકોટની સખી કેન્ટીન સર્વ શ્રેષ્ટ હોવાનું જણાવેલ હતું.
Read About Weather here
આ તકે અધિકારી મીનાએ જણાવેલ કે ગુજરાતી મહિલાઓમાં હિંમત ખૂબ છુપાયેલી છે. ગુજરાતી મહિલાઓ પુરુષો સમોવડી છે. જેથી અહીંની મહિલાઓને જો તક આપવામાં આવે તો તે તેમનું કૌશલ્ય અચૂક બતાવશે. આ તકે ઉપસ્થિત અધિકારીઓને સખી કેન્ટીનને ડેવલોપમેન્ટ માટે જે કંઈ જરૂરિયાત હોઈ તે પુરી પાડવી તેવી અંતમાં સૂચના આપી હતી. કેન્દ્રીય સેક્રેટરીની મુલાકાતમાં વિરેન્દ્ર બસિયા વગેરે અધિકારીઓ સાથે રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here