MLAના 17 વર્ષના પુત્રએ ગોળી મારી આત્મહત્યા…!

MLAના 17 વર્ષના પુત્રએ ગોળી મારી આત્મહત્યા...!
MLAના 17 વર્ષના પુત્રએ ગોળી મારી આત્મહત્યા...!
ઘટનાસ્થળે 2 પેજની સુસાઈડ નોટ મળી છે, જેમાં પપ્પા-મમ્મી સારાં હોવાનું લખીને કોઈને જવાબદાર ઠેરવ્યાં નથી. મધ્યપ્રદેશમાં જબલપુરના બરગીથી કોંગ્રેસ ધારાસભ્ય સંજય યાદવના નાના પુત્ર વિભવે ગુરૂવારે ખુદને ગોળી મારી લીધી.

Visit Saurashtra Kranti Homepage here

તેને ગંભીર હાલતમાં ભંડારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વિભવે પોતાના પિતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી કાનપટ્ટી પર ગોળી મારી હતી.

તેણે લખ્યું છે કે મારો દોસ્ત ઉપર ગયો, હું તેની પાસે જઈ રહ્યો છું.ધારાસભ્ય સંજય યાદવના બે પુત્રો છે. તેમાં નાનો પુત્ર વિભવ (17) ઘરે હતો.

માતા સીમા કોઈ કામથી ભોપાલ ગયા હતા, જ્યારે પિતા ગ્રામીણ બેઠકમાં સામેલ થવા ગયા હતા. મોટો પુત્ર સમર્થ યાદવ પેટ્રોલ પંપ પર ગયો હતો. ઘરે નોકર હરિનાથ હતો.

બપોરે દોઢ વાગ્યે ઘરના પ્રથમ માળે ફાયરિંગનો અવાજ આવ્યો. નોકર તરત પહોંચ્યો તો વિભવ લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. તેની પાસે જ લાયસન્સવાળી રિવોલ્વર પડી હતી.

હરિનાથે સંજય યાદવને જાણ કરી. તેના પછી તેને તરત ભંડારી હોસ્પિટલે લઈ જવાયો. ઘટના પછી ઘર પાસે તણાવનો માહોલ છે. અહીં ભીડ એકત્ર થઈ ગઈ હતી.

એસપી સિટી રોહિત કાસવાનીએ કહ્યું હતું કે વિભવ સત્યપ્રકાશ મદન મહેલ સ્કૂલમાં ધો.12નો વિદ્યાર્થી હતો. તે સાયકોલોજીનો અભ્યાસ કરી રહ્યો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. ઘટનાનાં કારણો અંગે તપાસ ચાલી રહી છે.

ઘટનાસ્થળેથી 2 પેજની સ્યુસાઈડ નોટ મળી છે. તેમાં લખ્યું છે કે મમ્મી અને પપ્પા ખૂબ સારા છે. મારા બધા દોસ્ત ખૂબ સારા છે. મારો દોસ્ત ઉપર ચાલ્યો ગયો છે. હું પણ તેની પાસે જઈ રહ્યો છું.

આ સુસાઈડ નોટ તેણે 5 મિત્રને મેસેજ કરી હતી. તેમને કહ્યું હતું કે તમે લોકો ખૂબ સારા છો, હવે હું જઈ રહ્યો છું. આશંકા છે કે તેનો કોઈ મિત્ર ન રહ્યો જેના કારણે સુસાઈડ કરી છે.

Read About Weather here

ઘટના પછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા, બીજેપી ધારાસભ્ય સુશીલ તિવારી ઉર્ફે તિવારી, કોંગ્રેસ ધારાસભ્ય તરુણ ભનોટ ધારાસભ્ય સંજય યાદવના ઘરે સંજય યાદવ 2018ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપા નેતા પ્રતિભા સિંહને હરાવીને ધારાસભ્ય બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here