ફિલ્મના હિંદી વર્ઝને અત્યાર સુધી સૌથી ઝડપથી 250 કરોડથી વધુ કમાણી કરીને નંબર વન ફિલ્મ બની છે. ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલાં જ વીકમાં ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
સાતમા દિવસે ફિલ્મના હિંદી વર્ઝને 16 કરોડની કમાણી સાથે કુલ 255 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 700 કરોડથી વધુની કમાણી કરી છે.’KGF 2’એ માત્ર સાત દિવસમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે. ‘બાહુબલી 2’ રિલીઝના આઠ દિવસ બાદ 250 કરોડથી વધુની કમાણી કરી શકી હતી.
Read About Weather here
‘દંગલ’, ‘સંજુ’ તથા ‘ટાઇગર જિંદા હૈ’ આ ત્રણેય ફિલ્મે રિલીઝના 10મા દિવસે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.’KGF 2’ને એક્સટેન્ડેડ વીકનો ફાયદો મળ્યો છે. આ ફિલ્મ ગુરુવાર, 14 એપ્રિલના રોજ ‘જર્સી’ 22 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મે સાત દિવસમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સર્કિટમાંથી કમાણી કરી છે.’KGF 2’ની હાલમાં બોલબાલા છે. જોકે, આ ફિલ્મની કમાણી પર કોઈ બ્રેક લાગે તેમ લાગતું નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here