IPLમાં દિનેશ કાર્તિક નો ડંકો…!

IPLમાં દિનેશ કાર્તિક નો ડંકો...!
IPLમાં દિનેશ કાર્તિક નો ડંકો...!
36 વર્ષીય ડીકેના કારણે હવે ટીમ ઈન્ડિયામાં રીષભ પંતનું સ્થાન જોખમમાં મુકાયું છે. IPL 2022ની 12 ઈનિંગમાં 200ની સ્ટ્રાઈક રેટ અને 68ની એવરેજથી 272 રન બનાવી ચૂકેલા દિનેશ કાર્તિકની રમતનું સ્તર શાનદાર દેખાઈ રહ્યું છે. IPLની સીઝનમાં ડેથ ઓવર દરમિયાન ડીકે આગળ ધુરંધર બોલરો પણ ફેલ સાબિત થઈ રહ્યા છે. ડીકેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન આપવાની વાતોએ જોર પકડ્યું છે. તેવામાં વર્તમાન પ્રદર્શનને જોતા રિષભ પંત કરતા દિનેશ કાર્તિકનું પલડું ભારે છે.અહીં વાત માત્ર ઝડપથી બેટિંગ કરીને થોડા રન જોડી દેવાની નથી. દિનેશ કાર્તિક RCBને મળેલી દરેક જીતમાં નોટઆઉટ રહ્યો છે. આ અણનમ ઈનિંગમાં તેણે 202ની સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલિંગ એટેક મજબૂત ગણાય છે, પરંતુ તે ટીમની સામે પણ આ સ્ટાર બેટ્સમેને 8 બોલમાં 30 રન ફટકાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

IPL બાદ આ 5 યુવા ક્રિકેટર્સની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પાક્કી, લીગમાં કરી  રહ્યાં છે ધુંઆધાર પ્રદર્શન - GSTV

ક્રિકેટ ફેન્સ સતત સોશિયલ મીડિયામાં ડિમાન્ડ કરી રહ્યા છે કે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાવનારા ટી-20 વર્લ્ડકપની ટીમમાં દિનેશ કાર્તિકને પણ સામેલ કરવો જોઈએ. 2004માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર દિનેશ કાર્તિક ઘણીવાર ટીમમાં કમબેક કરતો આવ્યો છે.એક તરફ દિનેશ કાર્તિક સતત પોતાના પ્રદર્શનથી વર્લ્ડકપ ટીમમાં પોતાની જગ્યા બનાવવાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યો છે, તો બીજી બાજૂ રિષભ પંત જોઈએ તેવા ફોર્મમાં નથી. બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન વચ્ચે વિવાદોના કારણે તે ચર્ચામાં રહ્યો છે. ટોપ ઓર્ડરમાં રમનારો પંત અત્યાર સુધી IPLમાં એક પણ મેચ વિનિંગ ઈનિંગ રમી શક્યો નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે આ સીઝનમાં રિષભે એક પણ ફિફ્ટી ફટકારી નથી.રાજસ્થાન વિરુદ્ધની મેચમાં જે રીતે પંતે અમ્પાયર દ્વારા નો-બોલ ન આપવા પર બેટ્સમેનોને પરત બોલાવવા ઈશારો કર્યો હતો તેનાથી તેની છબીને નુકસાન પહોંચ્યુ છે. જો IPL 15 ગ્રુપ સ્ટેજમાં બાકી બચેલી 3 મેચમાં પંત સારા રન ન બનાવે તો તેના સિલેક્શન અંગે સવાલો ઉભા થઈ શકે છે.

KKR vs RCB IPL 2022 - Dinesh Karthik the finisher unlocks the best version  of himself

Read About Weather here

ડીકે આ વર્ષે RCB માટે ખૂબ રન બનાવી રહ્યો છે અને અશક્ય લાગતી મેચો જીતાડી રહ્યો છે. દરેક સિલેક્ટર્સની નજર કાર્તિક પર જરુર પર જરુર હશે. દિનેશ કાર્તિકની ટીમમાં વિરાટ કોહલી પણ છે.આપણે જોયું કે મેચ પછીના ઇન્ટરવ્યુ સેશન દરમિયાન ડીકેએ કોહલીને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘હું T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માંગુ છું’. તેના જવાબમાં વિરાટે કહ્યું હતું કે કાર્તિકની જેમ અત્યારે કોઈ પણ મેચ પૂરી કરી શકવા સક્ષમ નથી.વિરાટ હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી, પરંતુ સિનિયર ખેલાડી હોવાના કારણે જ્યારે ટીમ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે ત્યારે તેની સાથે ચોક્કસ સલાહ લેવામાં આવશે.36 વર્ષીય દિનેશ કાર્તિકને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં ફિનિશરની ભૂમિકા આપવામાં આવી છે. આપણે જોયું છે કે ડીકે આ માટે સતત પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછા 100 રન બનાવનાર ખેલાડીઓમાં દિનેશ કાર્તિકનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે. તેણે 21 સિક્સર ફટકારી છે, જે IPL 15માં ચોથી સૌથી વધુ છે.ડીકે આ સિઝનમાં 200ના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here