કેમેરામેન દરેક મેચમાં કોઈ ને કોઈ સુંદર ચહેરા પર ફોકસ કરે છે, જે પાછળથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ બની જાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ગ્લેમર વચ્ચે ગજબનું કનેક્શન છે. ક્રિકેટર્સની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ સ્ટાર્સનું મેચ દરમિયાન સ્ટેડિયમમાં પહોંચવું સામાન્ય વાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મિસ્ટ્રી ગર્લનો ટ્રેન્ડ પણ ઝડપથી વધ્યો છે. યુઝર્સ ઇન્ટરનેટ પર આ મિસ્ટ્રી ગર્લ્સ વિશે સર્ચ કરવાનું શરૂ કરી દે છે.
Visit Saurashtra Kranti Homepage here
રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન કંઈક આવું જ જોવા મળ્યું હતું.આ મિસ્ટ્રી ગર્લનું નામ છે આરતી બેદી, જેના ઇન્સ્ટા બાયોમાં એક્ટ્રેસ લખેલું છે. સ્ટોરીમાં પણ તેણે સ્ટેડિયમમાંથી પોતાની કેટલીક તસવીરો અપલોડ કરી છે. આરતીએ તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ખૂબ જ ગ્લેમરસ તસવીરો અપલોડ કરી છે, તેની એક્ટિવિટી પરથી લાગે છે કે તે સોશિયલ મીડિયાનો ખૂબ જ વધુ ઉપયોગ કરે છે.
Read About Weather here
મેચ દરમિયાન કેમેરામેને ઘણી વખત મિસ્ટ્રી ગર્લ પર ફોકસ કર્યું હતું. યુવતીનાં દરેક રિએક્શન કેમેરામાં કેદ થયાં હતાં. દરમિયાન જ્યારે ઋષભ પંત આન્દ્રે રસેલનો કેચ ચૂકી ગયો, ત્યારે પણ કેમેરામેને આ ગર્લની નિરાશાનાં રિએક્શન બતાવ્યાં. આ મિસ્ટ્રી ગર્લનો ફોટો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામનાં ઘણાં પેજ પરથી પણ શેર કરવામાં આવી રહ્યો છે.આ છોકરીની સુંદરતા અને ક્યૂટનેસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here