બુધવારે પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના ભારતીય સ્ટાર જસપ્રિત બુમરાહે પણ કંઈક એવું અદ્ભુત પ્રદર્શન કર્યું કે ચાહકો પણ દંગ રહી ગયા હતા IPL 2022નો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શરૂઆતની મેચોમાં નબળા સાબિત થયેલા ભારતીય સ્ટાર્સે પણ રંગ જમાવવા લાગ્યા છે.બુમરાહે 140 KMPHની ઝડપે શ્રેષ્ઠ યોર્કર પર પંજાબના ઈંગ્લિશ બેટ્સમેન લિયામ લિવિંગસ્ટનને ક્લીન બોલ્ડ કર્યો હતો.આ મેચ પહેલા બુમરાહ માટે આ સિઝન કંઈ ખાસ રહી ન હતી.
Visit Saurashtra Kranti Homepage here
તેને ચાર મેચમાં માત્ર 3 વિકેટ મળી હતી. તેની ઈકોનોમી 8.16 હતી જે. IPLમાં બુમરાહની કારકિર્દી ઈકોનોમી 7.44ની છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બુમરાહ ન તો વિકેટ લઈ શક્યો અને ન તો તે રન રોકવામાં સક્ષમ રહી ન શક્યો. પરંતુ, પંજાબ સામેની મેચમાં તેણે પોતાની જૂની ઝલક બતાવી દીધી હતી. આ મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપ્યા અને 1 વિકેટ લીધી હતી.બુમરાહે સારી બોલિંગ કરી હતી પરંતુ મુંબઈના અન્ય બોલરો વધુ પ્રદર્શન કરી શક્યા ન હતા.
Read About Weather here
પંજાબ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઉપરાંત ચેન્નઈ પણ સતત ચાર મેચ હાર્યું હતું પરંતુ તેણે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું હતું.પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ઓપનર મયંક અગ્રવાલે 32 બોલમાં 52 અને શિખર ધવને 50 બોલમાં 70 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટો (12) અને લિયામ લિવિંગસ્ટન (2) નિષ્ફળ રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here