IPLની મિસ્ટ્રી ગર્લ્સ…!

IPLની મિસ્ટ્રી ગર્લ્સ…!
IPLની મિસ્ટ્રી ગર્લ્સ…!
પોતાના સેન્ટી લુકને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. IPLની દિલ્હી કેપિટલ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન બ્રેબોર્ન સ્ટેડિયમ ગેલરીમાં બેઠેલી એક છોકરી કેમેરામાં કેદ થઈ હતી.  શરૂઆતમાં ક્રિકેટર્સને ચિયર કરનારી સફેદ ટોપમાં બેઠેલી આ છોકરીનું નામ જાણવા મળ્યું નહોતું. જોકે પછીથી જાણવા મળ્યું કે આ છોકરીનું નામ આરતી બેદી છે. આરતી પ્રોફેશનથી એક્ટર અને ડાન્સર છે. હવે તે ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી છવાઈ ગઈ છે. આરતીના સોશિયલ મીડિયા એકાઉન્ટ મુજબ તે એક એનિમલ લવર છે. તેણે એક બિલાડી પાળી છે. એને તે પોતાના પરિવારનો સભ્ય પણ ગણે છે.

Visit Saurashtra Kranti Homepage here

IPLની વધુ એક મિસ્ટ્રી ગર્લ જે હંમેશાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સપોર્ટ કરવા આવે છે. તેનું નામ કાવ્યા મારન છે. કાવ્યા સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની દીકરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની સીઈઓ છે. કાવ્યા શરૂઆતમાં સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન અને પછીથી IPLની હરાજીમાં સ્ટેજ પર જોવા મળી હતી. કાવ્યા સન નેટવર્કમાં ઘણી ચીજોને સંભાળે છે, જેમાં સન મ્યુઝિક અને એફએમ ચેનલ સામેલ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન.

IPLની મિસ્ટ્રી ગર્લ આશ્રિત શેટ્ટી સાઉથની એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટર મનીષ પાંડેયની પત્ની છે. તે એ સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સપોર્ટ કરતો તેનો એક ફોટો વાઈરલ થયો હતો. એ સમયે મનીષ સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો હતો અને કોઈને એ વાતનો ખ્યાલ નહોતો કે આ વાઈરલ છોકરી મનીષની ગર્લફ્રેન્ડ છે.

સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટીએ વર્ષ 2019માં ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડેય સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 2019માં અદિતિ હુંડિયા મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નઈ સુપર કિંગ્સની સામે ચિયર કરવા દરમિયાન સમાચારમાં આવી હતી. આ દરમિયાન તેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. રાતોરાત સોશિયલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા વધી ગઈ હતી. પછીથી ખ્યાલ આવ્યો કે અદિતિ હુંડિયા સુપર મોડલ છે અને મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ પણ છે. તે વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી હતી.

સુપર મોડલ અદિતિ હુંડિયા.

IPLમાં મિસ્ટ્રી ગર્લ્સનો વાઈરલ થવાનો ટ્રેન્ડ દીપિકા ઘોષથી શરૂ થયો. તે વર્ષ 2019માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચિયર કરવા પહોંચી હતી, એ સમયે કેમેરામેનની નજર તેની પર ગઈ હતી. રેડ ટોપમાં હોટ દેખાતી મિસ્ટ્રી ગર્લ દીપિકા ઘોષે ખેલાડીઓથી પણ વધુ સમાચારમાં રહી હતી. દીપિકા ઘોષ કોરિયોગ્રાફર અને કન્ટેન્ટ ક્રિએટર છે.

આરસીબી ગર્લ દીપિકા ઘોષ.

Read About Weather here

મિસ્ટ્રી ગર્લ માલતી ચાહર વર્ષ 2018માં પુણેના એક સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સને સપોર્ટ કરવા પહોંચી હતી અને રાતોરાત લોકપ્રિય થઈ ગઈ હતી. પછીથી માહિતી મળી કે તે ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરની બહેન છે. માલતી પણ મોડલ-એક્ટ્રેસ છે. તે ધોનીની હાર્ડકોર ફેન છે.

દીપક ચાહરની બહેન માલતી ચાહર.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here