IAS ટીના ડાબી-પ્રદીપે કર્યા લગ્ન

IAS ટીના ડાબી-પ્રદીપે કર્યા લગ્ન
IAS ટીના ડાબી-પ્રદીપે કર્યા લગ્ન
જયપુરની હોટલમાં બંનેએ સાદગી સાથે લગ્ન કર્યાં. ટીના ડાબી હાલ નાણાં વિભાગમાં સંયુક્ત સચિવ, જ્યારે તેમના પતિ પ્રદીપ ગવાંડે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ છેબંનેએ થોડો સમય પહેલાં જ સોશિયલ મીડિયામાં પોતાની રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો IAS ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે લગ્નના બંધનમાં બંધાય ગયાં છે.બુધવારે ડૉ. ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને બંનેએ જીવનભર સાથે રહેવાનો વાયદો કર્યો.ટીના અને પ્રદીપના લગ્નની તસવીરો સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

તસવીરમાં ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે બંને સફેદ કપડાંમાં જોવા મળી રહ્યાં છે

તસવીરમાં ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે બંને સફેદ કપડાંમાં જોવા મળ્યાં છે. લગ્નના રિવાજમાં આંબેડકરની તસવીર મૂકવાની પાછળ તેમના પ્રત્યેનું સન્માન કેટલું છે એ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે.ટીના ડાબી અને પ્રદીપ ગવાંડેએ શુક્રવારે રાજસ્થાનના પાટનગર જયપુરના બાઈસ ગોદામ સ્થિત ફેમસ હોલિડે ઈન હોટલમાં રિસેપ્શન રાખ્યું હતું. રિસેપ્શનમાં બ્યૂરોક્રેસી અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા.

જયપુરના બાઈસ ગોદામ સ્થિત આવેલી ફેમસ હોટલમાં ટીના અને પ્રદીપના લગ્નનું રિસેપ્શન હતું.

અનેક IAS, IPS અને સ્ટેટ સર્વિસના અધિકારીઓ રિસ્પેશનમાં સામેલ થયા હતા. એને લઈને હોટલમાં રાજસ્થાની શૈલીથી વિશેષ ડેકોરેશન કરાયું હતું.ટીના ડાબી હાલ નાણાં વિભાગમાં સંયુક્ત સચિવ છે. તેમના પતિ પ્રદીપ ગવાંડે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ છે. બંનેએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો. ટીના ડાબી સાથેની લગ્નની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં પ્રદીપ ગવાંડેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી ગઈ હતી.

Read About Weather here

શુક્રવારે આયોજિત રિસેપ્શનમાં અનેક IAS, IPS અને સ્ટેટ સર્વિસના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિલેશનશિપની જાણકારી આપ્યાને ત્રણ દિવસ પછી બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરી દીધા હતા. બંને SC કોમ્યુનિટીમાંથી આવે છે. મરાઠી રીત-રિવાજથી લગ્ન થયા હતા. પ્રદીપ ગવાંડેનો પરિવાર મરાઠી છે. ટીના ડાબીના મમ્મી પણ મરાઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here