મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર તેમના વતન થાણે પહોંચ્યા હતા. અહીં તેમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત ખાસ હતું કારણ કે તેમની પત્ની લતા એકનાથ શિંદેએ પણ ડ્રમ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.શિંદે મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે થાણે પહોંચ્યા હતા. ત્યાં તેમના સમર્થકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમની કાર પર ફૂલોની વર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
લોકો તેમને મળવા માટે કેટલાય કલાકો સુધી વરસાદમાં ઉભા રહીને રાહ જોતા હતા. શિંદેએ આનંદ દિઘે શક્તિ સ્થળ અને આનંદ આશ્રમ ખાતે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપી હતી.
Read About Weather here
તેમણે કહ્યું હતુ કે ઉદ્ધવ ઠાકરે સામે બળવો એટલા માટે કર્યો કારણ કે તેઓ શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની વિચારધારામાં વિશ્વાસ કરનારા લોકોને ન્યાય અપાવવા માંગતા હતા.શિંદે થાણે પહોંચતાની સાથે જ બેન્ડ વગાડવાનું શરૂ કર્યું. ડ્રમ વગાડતી વખતે શિંદેના પત્નીની ઉર્જા અને ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here