CBIની ટીમ પર હુમલો…!

CBIની ટીમ પર હુમલો...!
CBIની ટીમ પર હુમલો...!
ઓરિસ્સાના ઢેંકાનાલમાં સીબીઆઈ ટીમની સાથે મારામારી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. CBI ટીમ ઓનલાઈન ચાઈલ્ડ શોષણના મામલામાં રેડ કરવા ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા સહિત 14 રાજ્યોમાં 77 જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી.

આ દરમિયાન ઓરિસ્સામાં CBI ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ટીમની સાથે મારપીટ કરી હતી. સ્થાનિક પોલીસે CBI અધિકારીઓનું રેસ્ક્યૂ કર્યું.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ મંગળવારે ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા સહિત 14 રાજ્યોમાં 77 જગ્યાઓ પર રેડ કરી હતી. આ રેડમાં ઉત્તરપ્રદેશના ઝાલૌન, મઉ જેવા નાના જિલ્લાથી

લઈને નોઈડા અને ગાજિયાબાદ જેવા મોટા શહેર અને રાજસ્થાનના નાગૌર, જયપુર, અજમેરથી લઈને તમિલનાડુના કોઈમ્બતૂર જેવા શહેર પણ સામેલ છે.

CBIની ટીમ ઓરિસ્સાના ઢેંકનાલમાં ઓનલાઈન ચાઈલ્ડ શોષણ મામલામાં કાર્યવાહી કરવા પહોંચી હતી. ટીમે લગભગ સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે રેડ કરી હતી.

સીબીઆઈની ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી. આ દરમિયાન કોઈ બાબતને લઈને સ્થાનિક લોકો ભડક્યા હતા. તે પછી તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, લાકડાના પાટિયાથી મહિલાઓએ પણ CBI અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. તે પછી તેમની સાથે મારપીટ કરી હતી.

ભીડે કથિત રીતે સીબીઆઈ અધિકારીઓ પર હુમલો કરતા પહેલા તેમને નાયકના ઘરમાંથી બહાર ખેંચી લીધા હતા. તે પછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. પછીથી પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યા હતા.

ગુજરાતના ત્રણ શહેર જેવા કે જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં તપાસ ચાલી રહી છે. CBIને આશંકા છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર 100 દેશોમાં ફેલાયો છે, ત્યારે તપાસમાં અન્ય દેશોની એજન્સીઓને પણ સામેલ કરાશે.

14મી નવેમ્બરે 23 જેટલી FIR નોંધી હતી. 83 લોકો સામે ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝની ફરિયાદ થઈ છે. જ્યારે લેપટોપ, ઇલેક્ટ્રીક ગેજેટ્સ, મોબાઇલ જપ્ત કરાયા છે.

50 ગ્રૂપમાં 5000 જેટલા ગુનેગારો સામેલ હોવાની શક્યતા છે. પકડાયેલા તમામ લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હતા.નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો(NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ,

સમગ્ર દેશમાં બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમ 2019ની સરખામણીમાં 2020માં 400 ટકાથી વધુ વધ્યા છે. એમાંથી મોટા ભાગના મામલા યૌન કાર્યોમાં બાળકોને દેખાડવાની સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ સાથે જોડાયેલાં છે.

NCRBના 2020ના આંકડાઓ મુજબ, બાળકોની વિરુદ્ધ સાયબર પોર્નોગ્રાફીના સૌથી વધુ મામલા ઉત્તરપ્રદેશમાં 161, મહારાષ્ટ્રમાં 123, કર્ણાટકમાં 122 અને કેરળમાં 101 કેસ નોંધાયા છે.

આ સિવાય ઓડિશામાં 71, તામિલનાડુમાં 28, આસામમાં 21, મધ્યપ્રદેશમાં 20 હિમાચલ પ્રદેશમાં 17, હરિયાણામાં 16, આંધ્રપ્રદેશમા 15, પંજાબમાં 8, રાજસ્થાનમાં 6 કેસ પ્રકાશમાં આવ્યા હતા. આ સિવાય ગુજરાત અને દિલ્હીમાં પણ આજે CBIની તપાસ ચાલી રહી છે.

Read About Weather here

એમાંથી કેરળ અને કર્ણાટકને છોડીને ઘણાં રાજ્યોમાં આજે રેડ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here