સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે. નોંધનીય છે કે બૃજભૂષણ સિંહ આ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ઉત્તરપ્રદેશના ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિવાદમાં સપડાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
રાંચીમાં શહીદ ગણપત રાય ઈન્ડોર સ્ટેડિયમમાં ચાલતી અંડર-15 નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપના પહેલા દિવસે જ બૃજભૂષણ શરણ સિંહે એક યુવા પહેલવાનને થપ્પડ મારી દીધી હતી.
આ સ્પર્ધા અંડર-15 ઉંમરના લોકો માટે આયોજિત કરવામાં આવી હતી અને જે યુવા પહેલવાનને નેતાજીએ થપ્પડ મારી તેની ઉંમર વધારે હતી. યુવા પહેલવાન પણ યુપીનો જ હતો. જ્યારે ઉંમરનું વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે તે 15 વર્ષ કરતાં મોટો હોવાનું જાણવા મળ્યું હતું.
પરિણામે, તે યુવકને ડિસક્વોલિફાઈ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તે યુવા પહેલવાન કોઈને પણ કહ્યા-પૂછ્યા વગર એવું વિચારીને સ્ટેજ પર પહોંચી ગયો કે ત્યાં વિનંતી કરવાથી કદાચ કોઈક તેની વાત માની લેશે.
યુવા પહેલવાન સ્ટેજ પર જઈને કરગરવા લાગ્યો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ ખૂબ વધી ગયો. તે સ્ટેજ પર ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ પણ બેઠા હતા. આ દરમિયાન તેમણે ધીરજ ગુમાવી દીધી હતી અને પહેલવાન પર હાથ ઉપાડ્યો હતો.
આ મુદ્દે RJDએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરીને લખ્યું છે કે, આ રામરાજ્યની વાત કરી રહ્યા છે ચિલમ છાપ ઢોંગી.
માફિયા ડોન ભાજપના સાંસદ બૃજ ભૂષણે કોઈ પણ કારણ વગર કુશ્તી ખેલાડીને સ્ટેજ પર થપ્પડ મારી દીધી છે. આ જ છે રામ રાજ્ય.નેતાએ પહેલવાનને થપ્પડ માર્યા પછી વિવાદ વધી ગયો હતો.
Read About Weather here
અધિકારીઓએ કહ્યું હતું કે રમતના નિયમ પર કોઈ કાયદો નથી. યુવા પહેલવાને ખોટું કર્યું હતું. જોકે નેતાએ પહેલવાનને થપ્પડ મારી એ પણ કેટલું યોગ્ય છે એ વિશે કોઈ પણ ટિપ્પણી કરવા તૈયાર નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here