ABVP અને ડાબેરી ગઠબંધનના વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી…!

ABVP અને ડાબેરી ગઠબંધનના વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી...!
ABVP અને ડાબેરી ગઠબંધનના વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી...!

સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યોના જણાવ્યા અનુસાર મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની હાલ નવી દિલ્હી ખાતે આવેલી એમ્સમાં સારવાર ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના સભ્યો અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન(આઈસા)

અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા(SFI)ની વચ્ચે મારામારી થઈ હતી. તેમાં લગભગ 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે.

ઘટના અંગેની ફરિયાદ દિલ્હીમાં પોલીસમાં કરવામાં આવી છે. ઘટના લગભગ રવિવારે 10 વાગ્યે યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં થઈ હતી. બંને પક્ષોના સભ્યો એક બીજા પર હિંસા શરૂ કરવા અંગેના આરોપ લગાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે JNUમાં આ કોઈ પ્રથમ વખત હિંસા થઈ નથી. JNUમાં પહેલા પણ ઘણા વિવાદ થયા છે. આ પહેલા 6 જાન્યુઆરી 2020ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના વિદ્યાર્થીઓએ લેફ્ટ સંગઠનોને મારામારી માટે જવાબદાર ઠેરવ્યા હતા.

JNUમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ આવ્યા છે. આ તમામા ABVPના મેમ્બર્સ હતા. તેમણે લેફ્ટ સંગઠનો પર મારામારી કરવાના આરોપ લગાવ્યા છે.

Read About Weather here

વિદ્યાર્થીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે લડાઈ વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને હતી. વધુમાં તેણે જણાવ્યું કે પીસ માર્ચના બહાના હેઠળ 700 લોકો(લેફ્ટ સંગઠનો) એકત્રિત થયા હતા અને તેમણે જ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું હતું. જેથી રજિસ્ટ્રેશનમાં વિલંબ થાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here